INTERNATIONAL

કોવિડ-19 વેક્સીનથી ગંભીર આડઅસર થઈ શકે છે : બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકા

કોરોના ની દવા બનાવતી બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 વેક્સીનથી ગંભીર આડઅસર થઈ શકે છે. કંપનીએ યુનાઈટેડ કિંગડમ હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે કોવિડ-19 રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ જેવી આડ અસરોનું કારણ બની શકે છે.

થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમને કારણે, શરીરમાં લોહીના ગઠ્ઠા જામવાનું તેમજ શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે. શરીરમાં લોહીના ગઠ્ઠા થવાને કારણે બ્રેઈન સ્ટ્રોક કે કાર્ડિયાક અરેસ્ટ થવાની શક્યતા વધી જાય છે.

કંપનીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં યુકે હાઈકોર્ટ સમક્ષ વેક્સીનની થતા આડઅસરોના આરોપોને સ્વીકાર્યા હતા. પરંતુ સાથે કંપનીએ વેકસીનની તરફેણમાં પોતાની દલીલો રજૂ કરી હતી. નોંધનીય છે કે કંપની આ વેક્સીનને વિશ્વભરમાં Covishield અને Vaxjaveria નામથી વેચે છે.

એસ્ટ્રાઝેનેકા સામે જેમી સ્કોટ નામના બ્રિટિશ વ્યક્તિએ કેસ દાખલ કર્યો છે. સ્કોટનું માનવું છે કે કંપનીની કોરોના વેક્સીનને કારણે તે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમની સમસ્યાથી પીડિત છે. અને તે (સ્કેટ) બ્રેઈન ડેમેજ નો શિકાર થઈ ગયો હતો.

કોર્ટમાં પહોંચેલા જેમી સ્કોટએ કંપની પાસેથી શરીરને થયેલા નુકસાન માટે વળતરની માગ કરી છે. હવે બ્રિટને સુરક્ષાના કારણોસર આ વેક્સિન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીની આ સ્વીકૃતિ બાદ વળતરની માંગણી કરનારા લોકોની સંખ્યા પણ વધી શકે છે.

જો કે, વેક્સીનના કારણે થતી આડઅસરનો સ્વીકાર કર્યા બાદ પણ, કંપની તેના કારણે થતા રોગો અથવા ગંભીર અસરોના દાવાનો વિરોધ કરી રહી છે.  નોંધનીય છે કે એસ્ટ્રાઝેનેકાએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે મળીને ભારતના પુણેમાં કોવિશિલ્ડને તૈયાર કરવામાં આવી હતી.

કોરોના બાદથી દેશભરમાં લોકોના અચાનક મોતની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં, કોરોના વેક્સીનને શંકાની નજરે જોવામાં આવી હતી. પરંતુ હવે એસ્ટ્રાઝેનેકાની આ કબૂલાત બાદ કોર્ટમાં આગળની કાર્યવાહી શું વળાંક લેશે? દરેકની નજર આના પર રહેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button