ચંદ્રયાન-3: વિક્રમ લેન્ડરે ઉડાન ભરી સ્થાન બદલ્યું, ચંદ્ર પર માનવ મિશન મોકલવાની આશા બંધાઈ

ચંદ્ર પર ચંદ્રયાન-3 ના સફળ લેન્ડિંગના થોડા દિવસો બાદ ઈસરોનો વધુ એક પ્રયોગ સફળ રહ્યો છે, વિક્રમ લેન્ડરે ફરી ઉડાન ભરી ચંદ્રની સપાટી પર ફરી સોફ્ટ-લેન્ડિંગ કર્યું છે. ઈસરોએ ફરી એકવાર ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમના એન્જીન સ્ટાર્ટ કર્યા હતા અને લેન્ડરે ઉડાન ભરીને જગ્યા બદલી હતી. ઈસરોએ કહ્યું, “વિક્રમ લેન્ડરે ચંદ્રયાન-3 મિશનના ઉદ્દેશ્યોને પાર કરી લીધા છે અને તેણે ‘હોપ એક્સપેરિમેન્ટ’ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.” ઈસરોએ આ ઉડાનનો વિડીયો પણ શેર કર્યો છે.
ઈસરોએ જણાવ્યું કે, “કમાન્ડ મળતાં જ, વિક્રમે એન્જીનને ફાયર કર્યા, અનુમાન મુજબ પોતાને ચંદ્રની સપાટીથી લગભગ 40 સેમી જેટલી ઉપર ઉઠાવી અને 30-40 સેમીના અંતરે સુરક્ષિત રીતે લેન્ડીંગ કર્યું હતું.” ચંદ્ર પર ફરી એકવાર વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ પર, ઈસરોએ કહ્યું કે આ પ્રયોગ ભવિષ્યમાં ચંદ્ર પરથી સેમ્પલ પૃથ્વી પરત લાવવા અને ચંદ્ર પર sમાનવ મિશનની મોકલવાની આશાઓ વધારી છે.
અગાઉ શનિવારે ઈસરોએ કહ્યું હતું કે ચંદ્રયાન-3 ના રોવર પ્રજ્ઞાને ચંદ્રની સપાટી પર તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને હવે તે સ્લીપ મોડ સ્થિતિમાં છે. હાલમાં રોવરની બેટરીઓ સંપૂર્ણ ચાર્જ થઈ ગઈ છે અને તેની સૌર પેનલો 22 સપ્ટેમ્બર, 2023ના રોજ ચંદ્ર પર આગામી સૂર્યોદય સમયે પ્રકાશ મેળવવા માટે તૈયાર છે.
https://twitter.com/i/status/1698570774385205621