ઇસરોએ ઇતિહાસ રચ્યો, દેશવાસીઓમાં હર્ષોલ્લાસ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ

દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની ઈતિહાસ રચ્યો
વાત્સલ્યમ્ સમાચાર
બેંગ્લોર,૨૩ ઓગસ્ટ,૨૦૨૩
ચંદ્રયાન થ્રી આજે સાંજના 6.02 વાગ્યે લેન્ડ થવાનું હતું, પરંતુ તેનો લેન્ડ કરવાનો ટાઈમ 6.04 વાગ્યે નિર્ધારિત કર્યો હતો. જે ધીમે ધીમે નીચે ઉતરીને રાઈટ ટાઈમે 6.04 મિનિટે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. દેશે ઐતિહાસિક સફળતા હાંસલ કરવા માટે લોકોએ દેશભરમાં પૂજાપાઠ અને પ્રાર્થના કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જ્હોનિસબર્ગમાંથી ઓનલાઈન જોડાયા હતા. સાંજના છ વાગ્યાના સુમારે તેની મૂળ પરિઘમાં પ્રવેશ્યું હતું. ત્યારબાદ બીજા અને ત્રીજા તબક્કાની પ્રક્રિયા પાર કરીને ચંદ્રની ધરતી પર લેન્ડ કર્યું હતું.
ભારત ચંદ્ર પર ઈતિહાસ રચ્યો હતો. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્રયાન 3 ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણની પ્રક્રિયા સફળતાપૂર્વેક શરૂ કરી દીધી હતી. ચંદ્રયાન-3 સફળતાપૂર્વક દક્ષિણ ધ્રુવ પર ઉતરીને ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. તે જ સમયે ભારત પહેલા ચીન, અમેરિકા અને તત્કાલીન સોવિયત સંઘ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરી ચૂક્યા છે.
ચંદ્રયાન-૩ દક્ષિણ ધુ્વની સપાટી પર સોફટ લેન્ડિંગ એટલે કે નિર્ધારિત ગતિ મુજબ ઉતરવામાં સફળતા મેળવીને ઇતિહાસ રચ્યો છે, કારણ કે દુનિયાનો કોઇ પણ દેશ ચંદ્વના દક્ષિણ ધુ્વ પર પોતાનું યાનનું લેન્ડિંગ કરાવી શકયો નથી. સફળ સોફટ લેન્ડિંગની આવડત ધરાવનારા દેશોમાં અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચોથો દેશ બન્યો છે. લાખો દેશવાસીઓ સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરી રહયા હતા. ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. અંતરિક્ષ શ્રેત્રમાં ભારતની ખૂબ મોટી સિધ્ધિ જેની દુનિયાએ નોંધ લેવી પડશે. રશિયાનું લૂના -૨૫ મિશન નિષ્ફળ ગયા પછી દુનિયાની નજર ભારતના ચંદ્રયાન-૩ પર મંડાયેલી હતી. રશિયા જેવા મહાસત્તા દેશની નિષ્ફળતા સામે ભારતની સફળતા અંતરિક્ષમાં ખૂબ મોટી છલાંગ છે. અત્યાર સુધી દુનિયાના દેશોએ જે સ્પેસમિશન મોકલ્યા છે તેમાંના મોટા ભાગના ચંદ્રના મધ્ય ભાગમાં હતા.
મધ્ય ભાગ પ્રમાણમાં સપાટ અને સરળ છે તેની સરખામણીમાં દક્ષિણ ભાગની સપાટી અસમાન છે. ઉબડ ખાબડ સપાટી પર રોવર ઉતારવું અત્યંત મુશ્કેલ કામ છે. દક્ષિણ ધુ્વ પર એક પર્વતની ઉંચાઇ ૭ હજાર મીટર છે. ક્રેટર અને પર્વતોની છાયા હેઠળ આવતા વિસ્તારોમાં તાપમાન માઇનસ ૨૦૩ થી ૨૪૩ ડિગ્રી સુધી રહે છે. ચંદ્રનો દક્ષિણી ધ્રુવ વિસ્તાર ૨૫૦૦ કિમી પહોળો અને ૮ કિમી ઉંડો છે. આ ભાગના સૌરમંડળના સૌથી જુના ઇમ્પેકટ ક્રેટર માનવામાં આવે છે.
આ ક્રેટર ગ્રહ કે ઉલ્કાપિંડ ટકરાવાથી બન્યા હોવાનું માનવામાં આવે છે. ચંદ્ર પરના સૌથી જૂના ક્રેટર વિશે સમજવું હોયતો દક્ષિણ ધુ્રવ પર યાન ઉતાર્યા વિના શકય નથી. ચંદ્રમાના દક્ષિણ ભાગમાં સૂર્યના કિરણો ક્ષિતિજથી થોડા ઉપર અથવા તો થોડા જ નીચે રહે છે, આવા કિસ્સામાં એ સમયે તાપમાન ૫૪ ડિગ્રી જેટલું રહે છે. ભારત ચંદ્વયાન-૩ અને ચંદ્રયાન -૪ પછી વર્ષ ૨૦૨૬માં જાપાન સાથે મળીને જોઇન્ટ પોલર એકસપ્લોરેશન મિશન પર કામ કરવાનું છે તેનો હેતું ચંદ્રના ડાર્કનેસ ધરાવતા ભાગો અંગેની જાણકારી મેળવવાનો છે.
૨૦૦૮માં ભારતનું પ્રથમ ચંદ્રયાન-૧ દુનિયામાં પ્રથમ લૂનાર મિશન હતું જેને ચંદ્રમા પર પાણીની શોધ કરી હતી. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાથી વાતાવરણ જોવા મળતું નથી. આથી પાણી ઘન સ્વરુપમાં હોઇ શકે છે. દુનિયાની અંતરિક્ષ એજન્સીઓ પોતાના વૈજ્ઞાનિકોને ચંદ્ર પર મોકલવા ઇચ્છે છે પરંતુ ચંદ્ર પર રહેવું હોયતો પાણીનો જથ્થો હોવો જરુરી છે. પૃથ્વી પરથી ૧ લિટર પાણીનો જથ્થો લઇ જવામાં ૧ મીલિયન ડોલરનો ખર્ચ થાય છે.










