
પતિ પત્નીમાં પ્રેમ કેટલો બધો હોય એ બધા સમજે છે પરંતુ પતિ પત્નીના સંબંધને બદનામ કરતી એક ઘટના સામે આવી છે. ફ્રાન્સના માઝાનમાં પોતાની જ પત્નીને ડ્રગ્સ આપીને તેની ઉપર અનેક વખત દુષ્કર્મનો શિકાર બનાવવાની ઘટના સામે આવી છે. પતિએ તેની પત્ની સાથે થતા દુષ્કર્મની આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. મળતા સમાચારો મુજબ આ સનકી પતિ પાસેથી આવા 83 જેટલા વીડિયો મળી આવ્યા છે. ખાસ વાત એ છે કે આ હૈવાનની પત્ની સાથે સંબંધ બાંધનારા લોકો ન તો તેના પતિને ઓળખતા હતા અને ન તો પીડિત મહિલાને. આરોપી પતિની ઓળખ ડોમિનિક પી તરીકે થઈ છે. તે ઈન્ટરનેટના માધ્યમથી એક એવા ગ્રૂપ સાથે જોડાયેલો હતો જ્યાં ‘ મંજૂરી વિના સેક્સ’ની ચર્ચા થતી હતી.
આ ગ્રૂપનું નામ જ હતું ‘વિધાઉટ હર નોઈંગ’ અર્થાત મહિલા સાથે તેની જાણ વિના તેની સાથે સંબંધ બનાવવો. આ ગ્રૂપના સભ્યો એવી મહિલાઓ સાથે સંબંધ બાંધતા હતા જે મહિલાને તેઓ પહેલાથી ઓળખથા નહોતા. ડોમિનિકે તમામ વીડિયોને તેની યુએસબી ડ્રાઈવમાં સેવ કરેલી હતી. આ ડ્રાઇવના ફોલ્ડરનું નામ ‘એબ્યુઝ’ હતું. એક સમાચારના અહેવાલ મુજબ, ડોમિનિક તેની પત્નીના ડિનરમાં ‘લોરાજેમ્પ’ નામની દવા મિક્સ કરી દેતો હતો. તેની અસર બાદ પત્ની ખૂબ જ ગાઢ નશામાં રહેતી હતી. તેને શરીરનું ભાન જ નહોતું રહેતું કે તેની સાથે શું થઈ રહ્યું છે. તેના શરીરને કોણ ચૂંથી રહ્યું છે.
પોલીસે આ ઘટનામાં 51 યુવકો સામે ગુનો નોંધ્યો છે. તમામને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મહિલા સાથે બળાત્કારના કુલ 92 કેસ નોંધાયા છે. આ તમામ ઘટનાઓ 2011 થી 2020 વચ્ચે બની હતી. કહેવામાં આવ્યું હતું કે ધરપકડ કરાયેલા તમામ 51 આરોપીઓની ઉંમર 26 થી 73 વર્ષની વચ્ચે છે. આ આરોપીઓમાં રાજકારણીઓથી લઈને ફાયર સર્વિસ સાથે જોડાયેલા ઓફિસર, જેલ ગાર્ડ, નર્સ અને પત્રકારોનો સમાવેશ થાય છે. તેમાંથી 33 લોકો વર્ષ 2021 સુધી જેલમાં જઈ ચૂકેલા છે.
કેવી રીતે થયો ઘટનાનો ખુલાસો
મહિલા સાથે રેપ કેસના વીડિયોમાં દેખાતા કેટલાય આરોપીઓની હજુ ઓળખ થઈ શકી નથી. આવું હેવાન ગ્રૂપ કેવી રીતે પકડાયું. આવો હલકી માનસિકતાવાળો પુરુષ આખરે પકડાયો કેવી રીતે? હકિકતમાં ઘરની પાસે એક માર્કેટમાં ડોમેનિક કેટલીક મહિલાઓની સ્કર્ટનું શૂટિંગ કરી રહ્યો હતો. તેના પર થયેલી ફરિયાદોના આધારે આરોપીની ધરપકડ થઈ હતી. જેના પગલે આ મોટી ઘટનાનો સ્ફોટ થયો હતો.










