
રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાનો સ્કીલ કોમ્પિટીશન કાર્યક્રમ યોજાયો, શાળાના બાળકોએ વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા
રાજપીપળા ને રાજેન્દ્ર સ્કૂલ ખાતે યોજાયેલ કોમ્પિટિશનમાં જિલ્લામાંથી 75 વિદ્યાર્થીઓએ કુલ 35 પ્રોજેક્ટ રજૂ કર્યા
જુનેદ ખત્રી : રાજપીપલા
શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કિલમાં ડેવલપમેન્ટ થાય તેવો આત્મ નિર્ભર બને તે દિશામાં સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત સમગ્ર સિક્ષા અભિયાન હેઠળ શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે જેમાં વિવિધ પ્રકારના ટ્રેડ નું વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવી રહ્યું છે નર્મદા જિલ્લામાં ૨૮ જેટલી શાળાઓમાં ૪૦ જેટલા વી.ટી. વિદ્યાર્થીઓને વિવિધ પ્રોજેક્ટ વિશે ટ્રેઇનિંગ આપી રહ્યા છે જે અંતર્ગત રાજપીપળાની એમ આર વિદ્યાલય ખાતે આજે જિલ્લા કક્ષાનો સ્કિલ કોમ્પિટિશન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૩૫ જેટલા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ સજીવ ખેતી, સિલાઈ બ્યુટી પાર્લર , ઈલેક્ટ્રીક , પ્રવાસન, સહિતના વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા
નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારી ડો. વર્ષાબેન વસાવા દ્વારા આ પ્રોજેક્ટનું જીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ પ્રસ્તુત કૃતિઓમાંથી જિલ્લાની સર્વશ્રેષ્ઠ પ્રોજેક્ટને રાજ્યકક્ષાએ મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેઓ જણાવ્યું હતું કે આ કોમ્પિટિશન નથી પરંતુ વિદ્યાર્થીઓના કૌશલ્ય સજ્જતાની ઉજવણી છે ઉપરાંત આ પ્રોજેક્ટ થકી વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો વિકાસ થશે અને તેઓના કૌશલ્ય વિકાસ માટે આ એક અગત્યનો પ્રોજેક્ટ છે તેઓએ કોમ્પિટિશનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી
કોમ્પિટિશનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ વિશે સમજણ આપી હતી અને સરકાર દ્વારા શરૂ કરાયેલા નવા અભિગમ અને કાર્યક્રમની સરાહના કરી હતી
યોગેશભાઈ વસાવા પ્રિન્સિપાલ રાજેન્દ્ર હાઇસ્કૂલ, સનમભાઈ પટેલ SI ITI રાજપીપળા, આશિષભાઈ વસાવા SI ITI રાજપીપળા, ડો. વસંતભાઈ સોલંકી મદદનીશ જિલ્લા પ્રોજેક્ટ કો. ઑ. સમગ્ર શિક્ષા નર્મદા ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન કલમભાઈ વસાવા BRC કોઓર્ડીનેટર નાંદોદ દ્વારા કરવામાં આવ્યું