MORBI મોરબીના કબીર ટેકરી પાસે રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

MORBI મોરબીના કબીર ટેકરી પાસે રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો કર્યો હતો જ્યાં સ્થળ પરથી મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસને જોઇને એક આરોપી નાસી ગયો હતો તો અન્ય એક ઇસમ હાજર મળી આવ્યો ના હતો જેથી પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કબીર ટેકરી શેરી નં ૫ માં રહેતા મોસીન કુરેશીના રહેણાંક મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનની ઓરડીમાં દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવાતો હતો પોલીસે સ્થળ પરથી ગરમ આથો ૫૦ લીટર, ઠંડો આથો ૩૦૦ લીટર, ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૂ ૩૨૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી તૌફીક હુશેન લાખા રહે કબીર ટેકરી શેરી નં ૮ વાળો નાસી ગયો હતો તો આરોપી મોસીન મામદ કુરેશી હાજર મળી આવ્યો ના હોય જેથી બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે








