
તુર્કઈમાં 6 ફેબ્રુઆરીએ આવેલા વિનાશક ભૂકંપને કારણે ભયંકર તબાહી સર્જાઈ છે. મૃતકોની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવકર્મીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે. તબાહી અને નિરાશા વચ્ચે કાટમાળમાંથી બચી જવાના ચમત્કારિક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તુર્કીઈમાં ભૂકંપના લગભગ 128 કલાક બાદ બે મહિનાના બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. તુર્કીઈ અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક 29 હજારને વટાવી ગયો છે જ્યારે 85 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
તુર્કીઈમાં બચાવ કાર્ય દરમિયાન ‘રામ રાખે તેને કોણ ચાખે’ કહેવત પણ સાચી સાબિત થઈ રહી છે. સેંકડો ટન વજનના કાટમાળમાં બચી જવાના અનેક ચમત્કારી દ્રશ્યો સામે આવી રહ્યા છે. તુર્કીઈના હટેમાં ગઈકાલે કાટમાળ નીચેથી બે મહિનાના બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. આ બાળક માટે ટોળાએ તાળીઓ પાડી અને તેને બચાવી શક્યાનો આનંદ તેમના ચહેરા પર દેખાતો હતો. ભૂકંપના લગભગ 128 કલાક બાદ બાળક જીવતો મળી આવ્યો હતો.






