INTERNATIONAL

યુવકમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ જોવા મળ્યો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ કોરોનાવાયરસને લઈને એકવાર ફરીથી ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં એમઈઆરએસ કોરોનાવાયરસનો એક નવો કેસ નોંધાયો છે. 2012માં પહેલી વખત આ વાયરસની ઓળખ થયા બાદ અબુ ધાબીમાં આ પહેલો કિસ્સો છે. અબુ ધાબીમાં જે દર્દીને કોરોનાનો નવો વેરિઅન્ટ MERS-CoV ની સારવાર કરવામાં આવી રહી છે. તે 28 વર્ષની એક વ્યક્તિ છે જેને ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. તે વ્યક્તિમાં વાયરસના લક્ષણ દેખાતા તાત્કાલિક તેને દાખલ કરવામાં આવ્યો.

MERS-CoV (મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ કોરોનાવાયરસ) જેવુ જ છે. આ એક જૂનોટિક વાયરસ છે. આ એક વાયરલ શ્વાસ સંબંધિત બીમારી છે જે MERS કોરોના વાયરસના કારણે થાય છે. જે SARS વાયરસની જેમ જ છે. આ સામાન્યરીતે ઊંટ અને અન્ય જાનવરોમાં જોવા મળે છે. સંક્રમિત જાનવરો કે પશુ ઉત્પાદોના સંપર્કમાં આવવાથી આ માનવીથી અન્ય માનવીમાં ફેલાય છે. આ એક વ્યક્તિથી અન્ય વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ફેલાય છે. ઘણા કિસ્સા એવા પણ સામે આવ્યા છે જેમાં આ બીમારીએ ઘાતક રૂપ બતાવ્યુ છે.

MERS-CoV ના સામાન્યથી લઈને ગંભીર લક્ષણ હોઈ શકે છે અને આમાં તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ સામેલ છે. અમુક મામલામાં આનાથી નિમોનિયા કે કિડની ફેલિયર પણ હોઈ શકે છે. જે લોકોને ગંભીર બીમારીનું જોખમ વધુ છે, તેમની ઈમ્યુનિટી ખૂબ કમજોર હોય છે. જેમ કે જૂની બીમારીઓથી પીડિત કે અમુક દવાઓ લેતા લોકો. દર્દીમાં જ્યારે લક્ષણ તરીકે ઉલટી, ટોયલેટમાં મુશ્કેલી થવા લાગે તો તેણે પોતાનું ચેકઅપ કરાવ્યુ. યુવકના પેટથી લઈને ગળા સુધી ગંભીર ઈન્ફેક્શન થઈ ગયુ હતુ.

WHO અનુસાર વર્ષ 2012 બાદથી રિપોર્ટ કરવામાં આવેલા એમઈઆરએસ કેસની કુલ સંખ્યા 2,605 છે, જેમાં 936 મોત નીપજ્યા છે. તેની ઓળખ બાદથી 27 દેશોએ એમઈઆરએસ કેસની માહિતી આપી. જેમાં અલ્જીરિયા, ઑસ્ટ્રિયા, બહેરીન, ચીન, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઇરાન,

ઇટાલી, જોર્ડન, કુવૈત, લેબનોન, મલેશિયા, નેધરલેન્ડ, ઓમાન, ફિલિપાઇન્સ, કતાર, કોરિયા પ્રજાસત્તાક, સાઉદી અરેબિયા, થાઇલેન્ડ, ટ્યુનિશિયા, તુર્કી, યુનાઇટેડ આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યમનનો સમાવેશ થાય છે.

WHO અબુ ધાબીની સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યુ છે અને આરોગ્ય સંભાળ પ્રદાતાઓ અને અન્ય અધિકારીઓને વાયરસની આગળ પ્રસારને રોકવા વિશે તકનીકી માર્ગદર્શન આપી રહ્યુ છે. WHO સમગ્ર દુનિયામાં ઓળખાતા MERS-CoVના કોઈ પણ નવા મામલે સમયસર અપડેટ આપવા માટે પણ પ્રતિબદ્ધ છે.

WHOએ આ સંક્રમણથી દૂર રહેવા માટે દુનિયાના તમામ દેશો માટે એક માહિતી જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યુ છેકે તમામ લોકોને વિનંતી છે કે તેઓ બહારથી આવીને કે તમારી આસપાસના પેટની તબિયત ખરાબ હોય તો હાથ જરૂર ધોવો. આવા લોકોથી બચીને રહો જેમનામાં MERS-CoV કે શ્વાસ સંબંધિત બીમારીના લક્ષણ જોવા મળી રહ્યા છે. પોતાના ચહેરાને વારંવાર સ્પર્શ ન કરો. જાનવરો કે ડેરી પ્રોડક્ટ, ઊંટનું માંસ કે ઊંટનો સંપર્ક ટાળો. ખાંસી કે છીંકતી વખતે પોતાનું મોં અને નાકને ઢાંકીને છીંકો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button