
હળવદ તાલુકાના સાપકડા ગામે કુવામાં પડી જવાથી યુવાનો મોત

હળવદ નાં સાપકડા ગામે રહેતા ઘનાભાઈ માલાભાઈ પરમાર જાતે અનુ.જાતિ (૪૪) નામનો યુવાન કોઈ કારણોસર તળાવમાં આવેલા કુવા પાસે ગયો હતો અને ત્યાં પગલપસી જવાથી કે પોતાના શરીરનું સંતુલન ગુમાવવાને કારણે પાણી ભરેલા કૂવામાં તે પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે ધનાભાઈ પરમારનું મોત નીપજ્યું હતું અને તેની કોહવાઈ ગયેલ બોડી કૂવામાંથી મળી આવી હોય આ બનાવ અંગેની મૃતકના ભાઈ તેજાભાઈ માલાભાઇપરમાર (૪૬) રહે નવા સાપકડા વાળા એ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો અને આ બનાવ અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી
[wptube id="1252022"]








