
ભાજપમાં આંતરિક વિખવાદ !?? ” કેટલાક નેતાઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષને મારા વિરુદ્ધ ગેરમાર્ગે દોરે છે ” સાંસદ મનસુખ વસાવા
રાજપીપલા : જુનેદ ખત્રી
૨૦૨૪ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકારણમાં ગરમાવો વધ્યો છે.નેતાઓ પાર્ટી છોડીને અન્ય પાર્ટી સાથે જોડાઈ રહ્યાં છે તેવામાં આજરોજ ભાજપમાં આંતરીક વિખવાદ જોવા મળ્યો છે ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી જેમાં સાંસદ મનસુખ વસાવાએ કોઈ કારણસર વોકાઉટ કર્યું હતું. જે બાદ મીડિયામાં આ બાબતે જોર પકડ્યું હતુ. ત્યારે આજે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ચૂપી તોડી ભાજપના હદ્દેદારો સામે રોષ ઠાલવતા કહ્યું હતું કે, હું સાચો છું જો નહીં બોલું તો આ લોકો મારા વિષે વધુ ઝેર પ્રદેશ કક્ષાએ ભરશે. આવનારી લોકસભામાં મને ટિકિટ મળે કે ન મળે એનાથી મને કોઈ નિસબત નથી પણ હું પ્રજા માટે પહેલા પણ ઉભો હતો અને આગળ પણ ઉભો રહીશ.
મનસુખ વસાવાએ ભરૂચ અને નર્મદા જિલ્લાના સ્થાનિક ધારાસભ્ય નેતાઓ સામે રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે તે લોકોને ફક્ત પ્રદેશ આધ્યક્ષ સી.આર પાટીલને મારાં વિશે ગેરમાર્ગે દોરવાનું કામ જ આવડે છે. ‘આ ટોળકીના લોકો મને બદનામ કરવાનું કાવતરું રચે છે તેઓએ નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ, સુગર ફેક્ટરીના ચેરમેન એવા ઘનશ્યામ પટેલ સામે રોષ વ્યક્ત કરતા આક્ષેપ કર્યા છે કે તેઓ પોતાનો સહકારનો ક્ષેત્ર કેમ મજબૂત થાય તે એંગલથી જ વિચારતા હોય છે જ્યારે પાર્ટીનો વ્યાપ વધે તે દિશામાં ક્યારેય વિચારતા નથી, ઝઘડિયાના ધારાસભ્ય કાલાભાઈ ઉર્ફે રિતેશ વસાવા અને ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ આ ચાર લોકોની ટોળકી અને તેમના સાથે જોડાયેલા કેટલાક લોકો મારા વિરૂદ્ધ ઉચ્ચ કક્ષાએ પ્રદેશ અધ્યક્ષને ગેરમાર્ગે દોરે છે તેવો ખુલ્લો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ કર્યો છે સાથે જણાવ્યું હતું કે, મને ટિકિટ મળે કે ન મળે એની સાથે મને કોઈ નિસબત નથી. જે મોટા નેતાઓ રેતી માફિયાઓ અને ઉદ્યોગપતિઓ સાથે જોડાયેલ છે, જે સત્તાનો દૂર ઉપયોગ કરી ખોટા કામ કરવા મને બદનામ કરી રહ્યા છે. તેમના સામે મને રોષ છે સરકારના રૂપિયાનો સદપિયોગ કરે તેવા લોકોને હોદ્દો આપવો જોઈએ તેમ પણ તેઓએ જણાવ્યું છે
@ ભાજપમાંથી રાજીનામું આપી ભાજપ વિરૂદ્ધ ચૂંટણી લડેલા હર્ષદ વસાવાની ઘરવાપસી સામે કોનો વિરોધ…. ?
નર્મદા જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણીઓ સમયે નાંદોદ વિધાનસભાની ટિકિટ નહિ મળતા પૂર્વ સંસદીય સચિવ એવા હર્ષદ વસવાએ પક્ષ સામે બળવો કરી અપક્ષ ચૂંટણી લડી હતી અને તેઓ હારી ગયા હતા ત્યારે હાલમાંજ ભાજપ જિલ્લા પ્રમુખ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતુ આવેદન જિલ્લા કલેકટરને આપ્યું હતું ત્યારે હર્ષદ વસાવાને ફરી ભાજપ પક્ષ માં આવવું છે ઉપરાંત નર્મદા જિલ્લાના કોંગ્રેસ નેતાને ભાજપમાં લાવવાનો કારસો પણ ઘડાઈ ગયો હોવાની વાત જિલ્લામાં વહેતી થઈ હતી ત્યારે મનસુખ વસવા વિરોધ કરે છે તેવી ખોટી માહિતી અમુક નેતાઓ પ્રદેશ સામે કરીને ગેરમાર્ગે દોરે છે ” તમને જેને પક્ષમાં લાવવા હોય તેને લાવો અમે વેલકમ કરીએ છે પણ સ્થાનિક નેતાઓ સાથે પરામરશ કરો તેવું મનસુખ વસાવાએ સ્પષ્ટ જણાવ્યું છે