INTERNATIONAL

કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સ્વદેશ પરત આવવા ભારત સરકાર પાસે માગી મદદ

ઇજિપ્તના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ વકરતી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનમાં ફસાયા છે. મળતી માહિતી મુજબ તબીબી અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ હિંસામાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના વિદ્યાર્થીઓ પર ત્યાંના સ્થાનિકો સતત હુમલો કરી રહ્યા છે.

કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં થયેલી હિંસા બાદ માહોલ હજી પણ અશાંત છે. ઇજિપ્તના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો વચ્ચે હિંસાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ વકરતી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના 100થી વધુ વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનમાં ફસાયા છે.

મળતી માહિતી મુજબ તબીબી અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ હિંસામાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના વિદ્યાર્થીઓ પર ત્યાંના સ્થાનિકો સતત હુમલો કરી રહ્યા છે.

અહીં વિદ્યાર્થીઓ કિર્ગીસ્તાનથી સ્વદેશ આવવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા પણ તેમની ફ્લાઇટ હોલ્ડ કરી દેવતા ભારે નિરાશા જોવા મળી હતી. અહીં તેમને પરત નિવાસસ્થાને મોકલી દેવાયા હતા. જો કે યુનિવર્સિટી દ્વારા ખાવા-પીવાથી લઇ તમામ વસ્તઓની બને તેટલી મદદ અપાઇ રહી છે.આવા માહોલ વચ્ચે, વિદ્યાર્થીઓ ભારતીય એમ્બેસી વચ્ચે મદદની ગુહાર લગાવી રહ્યા છે અને ભારત સરકાર તેમને પરત લાવવામાં મદદ કરે તેવી માગ કરી રહ્યા છે.

બીજી તરફ ભારતીય દૂતાવાસ પણ સતત વિદ્યાર્થીઓના સંપર્કમાં છે અને વિદ્યાર્થીઓને બહાર ન નીકળવા સૂચના આપી છે.વિદેશ પ્રધાન એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે, “વિદ્યાર્થીઓની પરિસ્થિતિ પર ભારત સરકારની નજર છે”. જો કે હાલ પરિસ્થતિ ગંભિર બની છે જેથી કોઇ પણ કિસ્સામાં વિદ્યાર્થીઓને દૂતાવાસનો સંપર્ક કરવા સૂચના આપી છે આ સાથે, 24 કલાક મદદ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. મહત્વનું છે, વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર કિર્ગીસ્તાનમાં લગભગ 14, 500 વિદ્યાર્થીઓ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button