INTERNATIONAL

રશિયાનો યુક્રેન પર ઘાતક હાઈપરસોનિક મિસાઈલ કિંઝાલથી હુમલો

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. ફરી રશિયાએ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયની કેટલીક ફેક્ટરીઓ પર તેની સૌથી ઘાતક હાઈપરસોનિક મિસાઈલ કિંઝાલથી હુમલો કર્યો છે. આ હુમલાઓ એક-બે જગ્યાએ નહીં પરંતુ અનેક ફેક્ટરીઓ પર કરવામાં આવ્યા છે. આ ઘાતક મિસાઈલ ઉપરાંત રશિયાએ લાંબા અંતરની મિસાઈલ ડ્રોનનો પણ ઉપયોગ કર્યો હતો.

કિંઝાલ મિસાઈલથી હુમલો સૌપ્રથમ યુક્રેનના લવીવ શહેરમાં કરવામાં આવ્યો હતો. હુમલા બાદ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને કહ્યું કે, ‘નાટોમાં સામેલ કોઈપણ દેશ પાસે કિંઝાલ મિસાઈલને રોકવાની તાકાત નથી. આ મિસાઈલ દુનિયાની કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમને માત આપી શકે છે. દિશા અને ઝડપ સરળતાથી બદલી શકાય છે.

કિંઝાલ મિસાઈલમાં 480 કિલો વજનના પરમાણુ તથા અન્ય હથિયારો લગાવી શકાય છે, તેને ડૈગર પણ કહેવાય છે. અગાઉ રશિયાએ દક્ષિણ-પશ્ચિમ યુક્રેનમાં અંડરગ્રાઉન્ડ વેરહાઉસને ઉડાવવા માટે કિંઝાલનો ઉપયોગ કર્યો હતો. રશિયાએ 2018માં પ્રથમ વખત તેનું પ્રદર્શન કર્યું હતું. રશિયાએ 1941-45માં જીતેલા ગ્રેટ પેટ્રિયોટિક યુદ્ધની 73મી વર્ષગાંઠ નિમિત્તે વિજય દિવસની લશ્કરી પરેડમાં રેડ સ્ક્વેર પર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. કિંઝાને મિગ-31કે ફાઈટર વિમાનથી છોડવામાં આવે છે.

હાઇપરસોનિક મિસાઈલનો અવાજની ગતિથી પાંચ ગણી ઝડપે  લક્ષ્યને ભેદી શકે છે. એટલે કે 6200 કિમી/કલાક ગતિ અને દિશા બદલવાની તેમની ક્ષમતા સટીક હોય છે. તેમને ટ્રેક કરવા અથવા તોડી પાડવી અશક્ય છે. રશિયા, ચીન અને અમેરિકા પાસે પણ આવી મિસાઈલ છે.

ભારત આવી મિસાઈલો બનાવી રહ્યું છે. રશિયા પાસે ICBM એવનગાર્ડ છે. આ મિસાઈલ 24,696 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. હાઇપરસોનિક હથિયાર મુખ્યત્વે બે પ્રકારના હોય છે. પ્રથમ- ગ્લાઈડ લ્હીકલ અને બીજું – ક્રુઝ મિસાઈલ.

[wptube id="1252022"]
Back to top button