
એક તરફ ભારતમાં બરફવર્ષા નથી થઈ રહી તો બીજી તરફ ચીનમાં બરફનું તોફાન છે. ચીનના ઉત્તર-પશ્ચિમ શિનજિયાંગના એક દૂરના ગામમાં હિમપ્રપાતને કારણે ઘણા પ્રવાસીઓ ફસાયા છે. સ્થિતિ એ છે કે બચાવ કાર્યમાં લાગેલી ટીમો તે લોકો સુધી પહોંચી શકી નથી. હિમવર્ષાના કારણે બચાવ અને રાહત કાર્યમાં અડચણ ઉભી થઈ રહી છે.
હેમુ ચીનનું એક ગામ છે, જે કઝાકિસ્તાન, રશિયા અને મંગોલિયાની સરહદને અડીને આવેલું છે, જ્યાં દર વર્ષે હજારો લોકો ફરવા આવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે અહીંના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી સતત હિમવર્ષા થઈ રહી છે. આ કારણે અલ્તાઈના હાઈવે પર ઘણા હિમપ્રપાત થયા છે, જેમાં પ્રવાસીઓ ફસાયા છે. જોકે હિમવર્ષા બંધ થતાં કેટલાક લોકોને હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]









