INTERNATIONAL

કોરોના કરતા ઘાતક ડિસીઝ એક્સ નામની બીમારી ના ભણકારાઓ વાગી રહ્યાં છે

ડિસીઝ એક્સ નામની બીમારી છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. જેને લઈને મોટા પાયે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક્સ નામની આ બીમારીને નિષ્ણાતોએ કોરોના કરતાં 20 ગણી ઘાતક ગણાવી છે.

ડિસીઝ એક્સ નામની બીમારી છેલ્લા કેટલાક સમયથી સમાચારોમાં છે. જેને લઈને મોટા પાયે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતો દ્વારા આ બીમારીને કોરોના કરતા 20 ગણી ઘાતક ગણાવી છે. હવે WHO પણ આ બીમારીને ગંભીરતાથી લઈ રહ્યું છે. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં આ સપ્તાહની વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકના એજન્ડામાં X રોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. WHOના ડાયરેક્ટર ગેબ્રેયસસ અન્ય આરોગ્ય અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરશે. અત્યાર સુધી આ રોગના કારણો વિશે કોઈ માહિતી મળી નથી. તે ભવિષ્ય માટે ખૂબ જોખમી માનવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વર્ષ 2017માં જ આ રોગને મોનિટરિંગ લિસ્ટમાં રાખ્યો હતો. સાર્સ અને ઇબોલા સાથે, X પર પણ પરીક્ષણો કરવામાં આવી રહ્યા હતા. WHOએ આને તેની ટોચની પ્રાથમિકતા પર રાખ્યું હતું. દાવોસમાં ડબ્લ્યુએચઓ વડા જેમની સાથે આ રોગ પર મુલાકાત કરશે તેમાં બ્રાઝિલના આરોગ્ય પ્રધાન નિસિયા ત્રિનિદાદ લિમા, ફાર્માસ્યુટિકલ જાયન્ટ એસ્ટ્રાઝેનેકાના બોર્ડના અધ્યક્ષ મિશેલ ડેમેરે, રોયલ ફિલિપ્સના સીઈઓ રોય જેકોબ્સ અને ભારતની એપોલો હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ પ્રીતા રેડ્ડીનો સમાવેશ થાય છે. ડૉ. ઘેબ્રેયેસસ બુધવારે ‘પ્રિપેરિંગ ફોર ડિસીઝ X’ પર એક પેનલનું નેતૃત્વ કરશે.

WHO એ કહ્યું કે જો વિશ્વને વધુ જીવલેણ રોગચાળાથી બચાવવા હોય તો તૈયાર રહેવાની જરૂર છે. આ માટે આગામી પડકારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય પ્રણાલીમાં સુધારો કરવો પડશે. આ માટે નવા જરૂરી પ્રયાસો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. હવે આ બેઠકો રસી, દવાઓ અને પરીક્ષણો તેમજ પ્લેટફોર્મ ટેકનોલોજી વિકસાવવા માટે યોજવામાં આવી રહી છે. હકીકતમાં, વન્યજીવનમાં ઘણા બધા પ્રકારના વાયરસ છે. આ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી બની શકે છે. કારણ કે આ વાયરસ જાનવરોમાંથી માણસોમાં ફેલાવાનો ભય છે.

WHO એ પણ જણાવ્યું છે કે આ રોગ કેટલા સમયથી નજર હેઠળ છે. ઇબોલા રોગચાળો પશ્ચિમ આફ્રિકામાં 2014 અને 2016 વચ્ચે ફેલાયો હતો. આ સમય દરમિયાન, કેટલાક સંશોધન કરવામાં આવ્યા હતા જે X રોગના કિસ્સામાં પણ ઉપયોગી થશે. તેમણે કહ્યું કે ઇબોલાના કારણે 11 હજાર લોકોના જીવ ગુમાવ્યા છે. જો અમે સમયસર યોગ્ય પગલાં લઈ શક્યા હોત તો લોકોના જીવ બચી શક્યા હોત. આ પછી જ WHO એ એવા રોગોની ઓળખ કરવાનું શરૂ કર્યું જે ભવિષ્યમાં ખતરો બની શકે છે.

[wptube id="1252022"]
Back to top button