
એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે માનસિક બીમારી, ન્યુરોસાયકિયાટ્રિક ડિસેબિલિટી અને માદક દ્રવ્યોનો દુરુપયોગ સ્ત્રીઓમાં સર્વાઈકલ કેન્સરનું જોખમ બમણું થઈ જાય છે. આનું કારણ એ છે કે મોટાભાગની મહિલાઓ સ્મીયર ટેસ્ટ કરાવવા માટે આગળ વધતી નથી. બહુ ઓછી સ્ત્રીઓ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય છે અને સ્મીયર ટેસ્ટ કરાવે છે. સ્વીડનની કેરોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટના સંશોધકોએ ગર્ભાશયના મુખના કેન્સર અંગે મહિલાઓને જાગૃત રહેવાના મહત્વ પર ભાર મૂક્યો છે.
ધ લેન્સેટ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત આ અભ્યાસ અનુસાર, 1940 થી 1995 વચ્ચે જન્મેલી 40 લાખથી વધુ મહિલાઓને આ સંશોધનમાં સામેલ કરવામાં આવી હતી. સંશોધકોએ માનસિક બીમારી, ન્યુરોસાયકિયાટ્રિક ડિસેબિલિટી અને માદક દ્રવ્યોનું સેવન કરનારી અને ટેસ્ટ ન કરાવેલ મહિલાઓની તુલના નિયમિતપણે ટેસ્ટ કરાવતી મહિલાઓ સાથે કરી હતી. ત્યારબાદ તેઓએ સર્વાઈકલ કેન્સર માટેના સ્ક્રીનીંગ કાર્યક્રમોમાં તેમની સહભાગિતા સહિત સર્વાઈકલ કેન્સરના જોખમની ગણતરી કરી હતી.










