Oplus_131072
10 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો.
બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કૉલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઑફ કોમર્સમાં બોટનીના વિદ્યાર્થીઓના વિદાય સમારંભ તથા પારિતોષિક વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમની શરુઆત સમુહ પ્રાર્થના તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. પ્રિન્સિપાલ ડૉ. વાય. બી. ડબગર દ્વારા સ્વાગત પ્રવચન તથા ડૉ. સુરેશ પ્રજાપતી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વર્ષ દરમિયાન સોસાયટી ફોર બડિગ બયોલોજીસ્ટ દ્વારા થયેલી પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી વિજેતા વિધાર્થીઓને પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમાંકને પ્રમાણપત્ર તથા ઈનામ આપીને પ્રોત્સાહિત કરાયા. આ ઉપરાંત સમગ્ર કાર્યક્રમમાં સહભાગી થનાર કમિટી કનવીનર પ્રો. આર. ડી વરસાત (એન. એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર), ડૉ. એસ. આઇ. ગટીયાલા (સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ); સ્પર્ધા દરમ્યાનના નિર્ણાયકો ડૉ. શીતલ ચૌધરી, પ્રો. સુનીલ ચૌધરી, પ્રો. હેતલ રાઠોડ, પ્રો. સાગર નાઈ, પ્રો. હરેશ ચૌધરી, ડૉ. શ્વેતા પટેલ, શ્રી એન. એમ. સથવારા, પ્રો. એસ.એન. જયસ્વાલ તથા વર્કશોપ, સેમીનારમાં સમય આપેલ રિસોર્સ પર્સન્સ ડૉ. શીતલ ચૌધરી, ડૉ સમીર ચૌધરીને પણ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યકમ દરમ્યાન સમગ્ર વર્ષ દરમ્યાન પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સેવા આપેલ શૈક્ષણિક સ્ટાફ મિત્રો કું. અંકિતા કુગશિયા તથા કું. અમી પ્રજાપતી તથા બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રો શ્રી મહેશભાઈ પટેલ, શ્રી ગજેન્દ્રભાઈ બારોટ, શ્રી વિક્રમભાઈ પ્રજાપતિ, કું. અનિતા ચૌધરી, શ્રી કેશાભાઈ ઠાકોર, શ્રી કુરેશિભાઈ, શ્રી અમજદભાઈને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા. વર્ષ દરમિયાન શ્રેષ્ઠ સ્વયંમસેવક તરીકે દેખાવ કરનાર વિધ્યાર્થીઓને Special Prize- 2023-24 આપીને પ્રોત્સાહિત કરાયા. કાર્યક્રમમાં શ્રેષ્ઠ પુરસ્કારમાં સોસાયટી ફોર બડીંગ બાયોલોજિસ્ટ દ્વારા “SBBS Awards-2023/24” કે જેમાં સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ, એકેડેમિક એચિવમેન્ટ ઓફ ધ યર, આઉટ સ્ટેન્ડિંગ એચિવમેન્ટ ઓફ ધ યર એવોર્ડ થી સન્માનીત કરાયા. કાર્યક્રમમાં ટી.વાય. બોટનીના વિધ્યાર્થીઓ કું. જહાનવી પંડયા, ચિ. પાર્થ જમતાણી, ચિ.ધૃવિલ ચૌધરી દ્રારા અનુભવ કથન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વરિષ્ઠ પ્રાધ્યાપકો ડી. એન. પટેલ સાહેબ, પ્રો. જે. એન. પટેલ સાહેબ, ડૉ. કુલદીપ માથુર સાહેબ, કું.કામન પટેલ ઉપસ્થિત રહ્યા અને આર. જે. પાઠક સાહેબે આશીર્વચન સહિતની હાજરી આપી, તદુપરાંત ઓફિસના બિનશૈક્ષણિક સ્ટાફ મિત્રો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ. સમગ્ર નું આયોજન પ્રિન્સિપલ ડૉ. વાય. બી. ડબગર (પેટ્રન, સોસાયટી ફોર બડીગ બાયોલોજીસ્ટ) તથા બાયોલોજી વિભાગના અધ્યક્ષ ડૉ. મુકેશ પટેલ (પ્રેસિડેન્ટ, સોસાયટી ફોર બડીગ બાયોલોજીસ્ટ) ના માર્ગદર્શન હેઠળ નેચર કલબ કનવિનર તથા વાઇસ પ્રેસિડેન્ટ્સ સોસાયટી ફોર બડિંગ બાયોલોજિસ્ટ ડૉ. સુરેશ પ્રજાપતિ, ડૉ. જે. એન. પટેલ (પી જી. ઇન્ચાર્જ બોટની), ડૉ. ધ્રુવ પંડ્યા તથા ડૉ. હરેશ ગોંડલિયા દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોટની વિભાગ ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધ્રુવ પંડ્યા દ્વારા તથા આભારવિધિ ડૉ. હરેશ ગોંડલિયા દ્વારા કરવામાં આવી. કાર્યક્રમને અંતે સમુહ રાષ્ટ્રગાન બાદ બધા અલ્પાહાર કરીને છૂટા પડેલ. સમગ્ર કાર્યકમની વ્યવસ્થામાં છેક સુધી બોટની વિભાગના વિદ્યાર્થીઓનો સવિશેષ ફાળો રહ્યો.
Follow Us
Back to top button