DANG

વઘઈ ખાતે મિનિટ પ્રોસેસિંગ મશીન વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા  મિલેટસ કૃષિ મેળો તથા મહિલા ખેડૂત મંડળને મિલેટ પ્રોસેસિંગ મશીન વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આંતરરાષ્ટ્રીય પોષક અનાજ વર્ષ 2023ની ઉજવણીના ભાગરૂપે નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તકનાં વઘઈ હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર દ્વારા વઘઇનાં કૃષિ કેમ્પસ ખાતે ભવ્ય મિલેટ્સ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કૃષિમેળામાં કાર્યક્રમનાં અધ્યક્ષ એવા નવસારી કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ ઝેડ.પી.પટેલ તથા અતિથિ વિશેષ ડૉ. તિમુર આર. અલ્હાવત,સંશોધન નિયામક,વિસ્તરણ શિક્ષણ નિયામક વગેરે હાજર રહ્યા હતા.અહી વઘઇ કૃષિ મહાવિદ્યાલયનાં આચાર્ય ડો.જે. જે પસ્તાગીયા દ્રારા મહેમાનોનું સ્વાગત  સંબોધન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં હલકા ધાન્ય પાકોથી થતા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.તેમજ વધુમાં નારી શક્તિ મહિલા મંડળને મીલેટ પ્રોસેસિંગ મશીનનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.તથા પ્રગતિશીલ અને અધ્યક્ષ ખેડૂતોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી 700થી વધુ ખેડૂત ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા..

[wptube id="1252022"]
Back to top button