

જંબુસર તાલુકાની જનતાના આરોગ્યની ચિંતા કરી હોસ્પિટલ સંચાલક ડોક્ટર સુખ સ્વરૂપ કનોજીયા દ્વારા મફત હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હૃદય રોગ, બીપી,ડાયાબિટીસ, થાઈરોઈડ, ન્યુમોનિયા,લકવા,લીવર, સહિત જનરલ દર્દોનું મફત નિદાન કરી આપવામાં આવ્યું હતું.અને બીપી, ઇસીજી,ડાયાબિટીસની મફત તપાસ કરી તથા કિડની, લીવર, લિપિડ પ્રોફાઈલ, કોલેસ્ટ્રોલ, વિટામીન સહિતની રાહત દરે લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. સદર કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોએ સેવાઓ આપી હતી . હેલ્થ ચેકઅપ કેમ્પ નો મોટી સંખ્યામાં જનતાએ લાભ લીધો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





