
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : જુના સર્કિટહાઉસ પાસેની ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂની ખાલી બોટલોના જથ્થાએ સવાલો ઉઠાવ્યા
મોડાસા જુના સર્કિટહાઉસ પાસેની ખુલ્લી જગ્યામાં મોટી માત્રામાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી હતી ત્યારે હાલ દારૂની ખાલી બોટલો ને લઇ ચર્ચાઓ જામી છે સર્કિટહાઉસ માં રોકાણ કરતા નશા ખોર મહેમાનની કરતૂત કે કોઈ અન્ય શખ્સ ફેંકી જાય છે એ પણ એક સવાલ ઉભો થયો છે વિદેશી દારૂની ખાલી બોટલો સળગાવી નાશ કરવાનો પ્રયાસ કરવા છતાં બોટલો જેસે થે જેવી જોવા મળી હતી ત્યારે આ બાબતે જવાબદાર અધિકારીઓએ પણ ગંભીરતા દાખવવી જરૂરી છે છેલ્લા ઘણા સમયથી દારૂ પીને ખાલી બોટલો આ જગ્યા પર ફેંકવામાં આવતી હોવાની આશંકા સેવાઈ રહી છે.હાલ તો સર્કિટ હાઉસ પર જ્યાં ખાસ કરીને સરકારી કર્મચારીઓ સહીત અનેક લોકો રોકાતા હોય છે તો ખરે ખર આ ખાલી બોટલો દારૂની ક્યાંથી આવી એ સવાલ ઉભો છે