સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર દ્વારા જેસોર કેદારનાથ ગુફા સુધીના માર્ગ ઉપર સિડબોલનું રોપણ કરાયું

11 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડીસ્ટ્રીકટ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના નેચર ક્લબ અને ગ્રીન ઓડિટ કમિટી દ્વારા કોલેજના 25 વિધાર્થીઓ તથા સ્ટાફ અને ડીસા ના 15 પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા તારીખ 9-7-2023 ના રોજ તળેટી થી કેદારનાથ સુધી જાંબુના ૨૦૦૦ જેટલા સિડબોલ નું અને બીજા ચરણ માં કેદારનાથ થી મુનીજી ની ગુફા સુધી પારિજાતના આશરે ૩૦૦૦ જેટલા સીડબોલ નું રોપણ કરવામાં આવ્યું હતું .બનાસકાંઠા જીલ્લા ને હરિયાળો બનાવવા નેચરકલબ અને ગ્રીન ઓડિટ કમિટી ધ્વારા કોલેજ કેમ્પસ તેમજ બાલારામ અને અન્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસામાં સીડબોલ રોપવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમ ડીસા ના જાણીતા ડોક્ટર અને પર્યાવરણવિદ્દ ડૉ.નવીનકાકા, ડીસા કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડૉ.તૃપ્તિ પટેલ, ફોટોગ્રાફર શ્રી જસુભાઇ, શ્રી અનિલભાઈ, જાણીતા સાઈકોલોજીસ્ટ શ્રી નટુભાઈ, સ્નેક રેસ્ક્યુઅર ડૉ. રોહિતભાઈ અને અન્ય પર્યાવરણ વિદો જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ સાયન્સ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. યોગેશ બી. ડબગર ના માર્ગદર્શન હેઠળ યોજાવામાં આવ્યો હતો. ડો સુરેશ પ્રજાપતિએ જેસોર વન્યજીવ અભયારણ્યની વન્યજીવ વિવિધતા અને તેના સંરક્ષણ વિશે સૌ સભ્યોને સંબોધિત કર્યા. બોટનીના પ્રાધ્યાપક ડોક્ટર હરેશભાઈએ કહ્યું કે જંગલનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે અને જંગલમાં પ્રદૂષણ અટકાવવું એ પણ આપણે સહિયારી જવાબદારી છેે. આ કાર્યક્રમમાં જોડાયેલ સર્વે સભ્યોએ, ટ્રેકિંગ સાથે વરસાદની મોસમમાં ચારે કોર પથરાયેલ હરિયાળી સભર પ્રકૃતિ ની મોજ માણી અને સમૂહ ભોજન દ્વારા સમૂહ ભાવનાનો પણ દાખલો બેસાડ્યો. તદ ઉપરાંત રસ્તામાં આજુબાજુ પથરાયેલ વેસ્ટ પ્લાસ્ટિક પણ વિદ્યાર્થીઓ દ્વારા એકત્ર કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન નેચર ક્લબ કન્વીનર ડો સુરેશ પ્રજાપતિ અને ડો હરેશ ગોંડલીયા એ કર્યું હતું. પર્યાવરણ જાળવણીના આ ભગીરથ કાર્યક્રમમાં ડૉ.સુરેશ પ્રજાપતિ અને ડૉ. હરેશ ગોંડલીયા ના ફેમિલીના સભ્યો પણ જોડાયા હતા.



