
મોરબી ખાતે શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા શેઠ શ્રી પી.જી.પટેલ કોલેજ મોરબી, શ્રી રામ યોગ કેન્દ્ર, ચિત્ર હનુમાનજી ધૂન મંડળ, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સહયોગ થી ગંગા સ્વરૂપ બહેનોના સંતાનો, વંચિત સમાજની સંતાનો, કોરોના મહામારી માં તકલીફ મા મુકાયેલ પરિવારના સંતાનો માટે સાતમાં સમૂહ લગ્નોસ્તવનું આયોજન આગામી *તારીખ 12 માર્ચ 2023* ના રોજ યોજાનાર છે. જેમાં *77 દિકરીઓના લગ્ન* છે. તમામ દીકરીઓને કરિયાવર માં સોના-ચાંદીના દાગીના સાથે ૭૦થી વધુ ઘરવખરીની વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવશે, આ માંગલિક કાર્ય મા આશીર્વાદ રૂપે આપ તન મન અને ધન થી સહકાર આપશો તેવી અપેક્ષા છે.

આપે આપેલ દાન ઇન્કમટેક્સ માં 80 G હેઠળ કરમુક્ત રહશે,

દાન આપવા સંપર્ક કરો.ડો.પરેશ પારિયા વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી 8732918183
ચંદ્રકાન્ત દફતરી-9825223199,
દેવકારણભાઈ આડ્રોજા-9426247282
ઓનલાઈન દાન ટ્રાન્સફર માટે સાથે મોકલેલ QR-Code નો ઉપયોગ કરો









