
તેલંગણામાં પાટા પર દોડી રહેલી ફલકનુમા એક્સપ્રેસના ત્રણ કોચમાં આગ લાગતા નાસભાગ મચી હતી. આ ઘટના વાકયા બોમ્મઈપલ્લી અને પગડીપલ્લી રેલવે સ્ટેશન બની હોવાના અહેવાલો મળી રહ્યા છે. ટ્રેનના કોચમાં આગ લાગવાની ઘટના બનતાં જ ટ્રેનને તુરંત રોકી દેવામાં આવી હતી, ત્યારબાદ તમામ મુસાફરોને કોચમાંથી ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈપણ જાનહાની થઈ નથી.
ફલકનુમા એક્સપ્રેસન ટ્રેન પશ્ચિમ બંગાળથી સિકંદરાબાદ માટે રવાના થઈ હતી. મળતા અહેવાલો મુજબ ફલકનુમા એક્સપ્રેસમાં સવારે 11.30 કલાકે તેલંગણાના નલગૌંડા પાસે પગડિપલ્લી પાસે આગ લાગી હતી. આ દરમિયાન જોતજોતામાં 3 કોચમાં આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે એસ4, એસ5, એસ6 કોચ સંપૂર્ણ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા. જેવી જ આગની જાણ થતાં જ ટ્રેનનો રોકી તુરંત મુસાફરોને કોચમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ રેલવે તરફથી મુસાફરો માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે.
રેલવેએ જણાવ્યું કે, હાલ ટ્રેનમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. રેલવે સીપીઆરઓએ એક નિવેદનમાં જણાવ્યું કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.






