ધોરણ 10 12 માં પાસ થયેલા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ યોજાયો હતો.. ઈડર ચામુંડા નવ યુવક મંડળ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો…
સાબરકાંઠાના ઇડર ખાતે ચૌહાણ સમાજ ના ચાલુ વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનો સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.. ધોરણ 10 તેમજ ધોરણ 12 માં અભ્યાસ કરતા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ ચામુંડા નવ યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.. ચામુંડા નવ યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં ધોરણ 10 તેમજ 12 ના 13 કરતા પણ વધુ વિદ્યાર્થીઓને સ્કુલ બેગ, ટ્રોફી, સન્માન પત્ર, તેમજ મેડલ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.. દિન પ્રતિદિન આધુનિક યુગમાં શિક્ષણનો પાયો ઘટી રહ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે મનોબળ વધે અને વાલીઓમાં પણ શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે તે ઉદ્દેશ સાથે ચામુંડા નવયુવક મંડળ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી સમાજમાં ધોરણ 10 અને 12 માં પાસ થનારા વિદ્યાર્થીઓ માટે સન્માન કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે ચાલુ વર્ષે યોજવામાં આવેલા શૈક્ષણિક કાર્યક્રમમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક કાર્યક્રમમાં ભાગ લઈ આયોજકોનો આભાર માન્યો હતો…
જયંતિ પરમાર સાબરકાંઠા