DEVBHOOMI DWARKAKHAMBHALIYA
Khambhaliya : સખી વન સ્ટોપ સેન્ટર ખંભાળિયા ખાતે સાફસફાઈ કરી શ્રમદાન કરાયું

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીના અવસરે દેશમાં કચરા મુક્ત ભારત થીમ પર ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે સ્વચ્છતાના પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.૦૧ ઓકટોબરના રોજ સમગ્ર દેશમાં “એક તારીખ, એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખંભાળિયા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી પ્રફુલ જાદવ, આઈ.સી. ડી.એસ. વિભાગના સી. ડી.પી. ઓ. શ્રી પ્રજ્ઞાબેન, ડો. સૈયદ સહિત સંલગ્ન વિભાગનો સ્ટાફ તથા સફાઈ કામદારો જોડાયા હતા.

[wptube id="1252022"]








