NATIONAL

ચાર્જિંગમાં લગાવેલા મોબાઈલ ફોનમાં ધડાકો થતાં વૃદ્ધના માથાથી છાતીના ભાગના ફૂરચેફૂરચા ઊડી ગયા

મધ્યપ્રદેશના ઉજ્જૈનથી 40 કિમી દૂર બડનગરમાં સોમવારે એક કરુણ ઘટના બની હતી. અહીં 68 વર્ષીય દયારામ બરોડ ઘરમાં ચાર્જિંગમાં લગાવેલા મોબાઈલ ફોન પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન મોબાઈલમાં ધડાકો થયો હતો, જેને કારણે વૃદ્ધના માથાથી છાતીના ભાગના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા.

ઘટનાસ્થળ પરથી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી. ઓપ્પો કંપનીનો માત્ર એક ફોન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે મોબાઈલના ટુકડા જપ્ત કરી તપાસ માટે મોકલી આપ્યા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી કે તેઓ ચાર્જિંગ સમયે પોતાના મોબાઈલથી વાત કરી રહ્યા હશે, આ દરમિયાન તેમના મોબાઈલમાં ધડાકો થયો હશે.

દયારામ સોમવારે તેના મિત્ર દિનેશ ચાવડા સાથે ગમીના કાર્યક્રમ માટે ઈન્દોર જવાના હતા. દિનેશ રેલવે સ્ટેશન પર પહોંચ્યો અને તેના માટે ઈન્દોરની ટિકિટ પણ લીધી. જ્યારે ઘણે મોડે સુધી સ્ટેશને ન પહોંચતાં દિનેશે તેને ફોન કર્યો હતો. ફોન રિસીવ કરતાં જ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. આ પછી મોબાઈલ સતત બંધ આવતો હતો. એ બાદ દિનેશ તેમને મળવા ખેતરમાં ગયો હતો, પરંતુ જ્યારે તે પહોંચ્યો તો ત્યાંનું દૃશ્ય જોઈને તેઓ ચોંકી ગયો હતો. તેણે આ અંગે પોલીસને જાણ કરી હતી

માહિતી મળતાં જ ટીઆઈ મનીષ મિશ્રા અને એસઆઈ જિતેન્દ્ર પાટીદાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વૃદ્ધના ગળાથી છાતી સુધીનો ભાગ અને એક હાથના ફુરકેફુરચા ઊડી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં વિસ્ફોટ થયો હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાસ્થળે ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન ક્ષતિગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. પાવર પોઈન્ટ પણ સંપૂર્ણપણે બળી ગયો હતો. સ્થળ પરથી અન્ય કોઈ વિસ્ફોટક કે જ્વલનશીલ સામગ્રી પણ મળી નથી.

પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મનીષ મિશ્રાએ જણાવ્યું હતું કે મોબાઈલ બ્લાસ્ટ થવાને કારણે વૃદ્ધનું મોત થવાની આશંકા છે. પીએમ કરાવી લાશને સ્વજનોને સોંપવામાં આવી છે. વૃદ્ધ ખેતીકામ કરતા હતા. પત્નીના અવસાન બાદ તેમનું પુત્રો સાથે બનતું નહોતું, તેથી તેઓ ખેતરમાં બનાવેલા રૂમમાં એકલા જ રહેતા હતા.

[wptube id="1252022"]
Back to top button