
કિરીટ પટેલ બાયડ
બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ના વિરોધમાં રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયોની બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધનો વન્ટોળ ઊઠી રહ્યો છે ક્ષત્રિય સમાજ કોઈપણ ભોગે સમાધાનના મૂડમાં નથી એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ઊઠેલો આક્રોશ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજમાં દાવાનળ ની માફક ફેલાઈ રહ્યો છે સમગ્ર ગુજરાતમાં ઠેર રેલીઓ તેમજ સભાઓ કરીને પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ પાછી ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટી પર દબાણ કરવામાં આવી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના વફાદાર ક્ષત્રિય આગેવાનો દ્વારા અથાગ પ્રયત્નો કરવા છતાં આ સમસ્યાનું હાલ કોઈ સમાધાન દૂર દૂર સુધી દેખાતું હોય તેવું લાગતું નથી
બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા રિલાયન્સ પેટ્રોલ પંપ થી મામલતદાર કચેરી સુધી મોટી સંખ્યામાં રેલી યોજી ને પુરુષોત્તમ રૂપાલા નો ઉગ્ર વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આવનારા સમયમાં પણ જલદ કાર્યક્રમ આપવામાં આવશે એવી ચિમકી ઉચ્ચારી હતી