મોરબી જિલ્લાની તમામ આઈ.ટી.આઈ ખાતે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા અન્વયે પ્રવેશ માટે અરજી કરી શકાશે
પ્રવેશ માટે https://itiadmission.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરાવવું
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયની મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી.આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેરમાં કેટલાક વ્યવસાય કોર્ષમાં પ્રવેશસત્ર ઓગષ્ટ-૨૦૨૩ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે. આથી પ્રવેશવાંચ્છું ઉમેદવારોએ જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in ઉપરથી નવીન પ્રવેશ ફોમ ભરી જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થા ખાતે રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત પરત જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોમ ભરેલ હોય અને કોઇ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઇન પ્રવેશ ફોમ, રજીસ્ટ્રેશન ફીની રસીદની ઝેરોક્ષ નકલ સહીત સંબધિત સંસ્થાને અરજી કરવાની રહેશે.
બેઠકો ભરવાની ચોથા રાઉન્ડની કાર્યવાહી ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી, માળીયા(મિંયાણા), હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે તારીખ: ૨૩/૦૮/૨૦૨૩ થી તારીખ: ૩૧/૦૮/૨૦૨૩ પ્રવેશના ચોથા રાઉન્ડ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરી/ રજીસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવાનું રહેશ તેમજ તારીખ: ૦૧/૦૯/૨૦૨૩ થી પ્રવેશસત્ર શરૂ કરવામાં આવનાર છે તેવું મોરબી ઔદ્યોગીક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.








