BHARUCHBHARUCH CITY / TALUKO
ભરૂચમાં સાહિત્યિક સ્પર્ધાઓ અંતર્ગત ક્વિઝ, રાઉન્ડ ટેબલ ચર્ચા, સુલેખન અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

- ભરૂચમાં સાહિત્યિક સ્પર્ધાઓ અંતર્ગત ક્વિઝ, રાઉન્ડ ટેબલ ચર્ચા, સુલેખન અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

- ભરૂચ: બુધવાર: G 20 સમિટ 2023ની વિવિધ સ્પર્ધાઓ સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીના ફાઉન્ડેશન ડે અને 8 માં વાર્ષિક સંમેલનની ઉજવણીના બીજા દિવસે કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરૂચ દ્વારા સાહિત્યિક સ્પર્ધાઓ અંતર્ગત ક્વિઝ, રાઉન્ડ ટેબલ ચર્ચા, સુલેખન અને નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હેરિટેજ દિવસના અમૂલ્ય પ્રસંગે વિદ્યાર્થીઓએ પરંપરાગત દિવસની પણ ઉજવણી કરી હતી અને વિદ્યાર્થીઓએ તમામ કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
આમ વાર્ષિક સંમેલનના ભાગરૂપે વિદ્યાર્થીઓ રોજેરોજ ખાસ કરીને G 20 ને અનુલક્ષીને કોલેજના આચાર્યશ્રી ડો. ડી.ડી. પટેલનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળ દ્વારા અવનવાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાત્સલાયમ સમાચાર
રિપોર્ટર મહેન્દ્ર મોરે ભરૂચ જિલ્લા
[wptube id="1252022"]








