
તા.૨૮ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પોષણ પખવાડા અંતર્ગત તા. ૨૭ માર્ચના રોજ ઉપલેટા તાલુકામાં આવેલ આંગણવાડીઓ ખાતે કુપોષણ નાબુદ કરવા મિલેટની ભૂમિકા વિષય પર ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કિશોરીઓ દ્વારા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા દ્વારા લોકોને મિલેટનું મહત્ત્વ સમજાવી, કુપોષણ નાબુદ કરવા માટે કુપોષિત બાળકો અને વાલીને મિલેટ અનુરૂપ પોષણ અને ખોરાકની પદ્ધતિઓ વિશે માહિતી આપી હતી. કિશોરીઓએ મિલેટ એટલે કે શ્રી ધાન્યમાં સમાવિષ્ટ રાગી, કોદો, બાજરી, જુવાર, જેવા પરંપરાગત જાડા ધાન્યની મહત્તા સમજાવી હતી અને તેનો નિયમિત ખોરાકમાં ઉપયોગ કરી આરોગ્યમાં થતા લાભો વિશે સમજણ આપી હતી.

હાલ રાજકોટ ખાતે પોષણ પખવાડાની ઉજવણી કરી કિશોરીઓ, સગર્ભાઓ, ધાત્રી માતાઓ અને બાળકોમાં કુપોષણને નાબૂદ કરવા પોષણક્ષમ અન્ન જેવા શ્રી ધાન્ય(મિલેટ)નો સમાવેશ કરી વિવિધ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, તેમ સી.ડી.પી.ઓ ઉપલેટાની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.









