MORBIMORBI CITY / TALUKO

અંબાજીનો મોહનથાળ પ્રસાદ ના નિર્ણયથી મોરબી હિન્દુ યુવા વાહીની દ્વારા મહા આરતી નો કાર્યક્રમ યોજાયો

અંબાજીનો મોહનથાળ પ્રસાદ ના નિર્ણયથી મોરબી હિન્દુ યુવા વાહીની દ્વારા મહા આરતી નો કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

મોરબી: મોરબી શહેર જિલ્લામાં હિન્દુ સમાજના હક હિત અધિકાર સહિત ધાર્મિક કાર્યક્રમમાં અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા હિન્દુ યુવા વાહીની ના મોરબી શહેર જિલ્લાના હોદ્દેદારો દ્વારા વર્ષોથી અંબાજીના શક્તિપીઠ મંદિર ખાતે મોહનથાળ નો પ્રસાદ ભક્તોને પીરસવામાં આવતો હતો તે નિર્ણય થી સમગ્ર હિન્દુ સમાજ માં આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી ખાતે હિન્દુ યુવા વાહીની દ્વારા મહા આરતી નો કાર્યક્રમ મોરબીના મહેલ મંદિર દરબારગઢ ખાતે તારીખ 16 3 2023 ને ગુરુવારે સાંજે 7:00 કલાકે ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો જેમાં ભક્તિ ભાવે સર્વે હિન્દુ યુવા વાહીની ના હોદ્દેદારો કાર્યકરો ભક્તિભાવે જોડાયા હતા તેમાં જિલ્લા પ્રમુખ કમલેશ બી. બોરીચા. ઉપાધ્યક્ષ વિજયભાઈ કુંભારવાડીયા. ઇશ્વરભાઇ કંજારીયા. જીતુભાઈ ચાવડા. વિક્રમભાઈ શેઠ. સહિત સમગ્ર મોરબી જિલ્લા તેમજ તાલુકા શહેર સંગઠન ના હોદ્દેદારો કાર્યકરો સભ્યો મોટી સંખ્યામાં પૂજા પાઠ પ્રાર્થના સાથે રામ મહેલ મંદિર દરબારગઢ મહા આરતી માં જોડાયા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button