
તા.૧૧/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
અગિયાર જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ વિશ્વના લોકોની વધતી જતી સંખ્યા પ્રત્યે જાગૃતિ લાવવા માટે 11 જુલાઈ 1987થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વીરપુર -૧ ખાતે કરવામાં આવી હતી,
કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ વિશે જાણકારી માટે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનાં કમ્યુનિટી હેલ્થ ઓફિસરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં વીરપુર ગામના આશાવર્કર બેહનોએ અને ગામની મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં કુટુંબ નિયોજનની કાયમી અને બિનકાયમી પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી હતી જેમાં કાર્યક્રમને લગતા વિડિયો તેમજ ફોટાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ સાથે સાથે વિશ્વ વસ્તી દિવસ નિમિતે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,આ રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્લોગન બોલીને લોકોને જાગૃત કરવામાં આવ્યા,આ રેલીમાં આરોગ્યના સ્ટાફ તથા સ્કુલના સ્ટાફ જોડાયા હતા અને તેમના દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતું.