
તારીખ ૬ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતના સરપંચ સુગરીબેન નાયકના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામ સભામાં ગ્રામ પંચાયતના એક જ સભ્ય સાથે તાલુકા પંચાયતના સભ્ય સલીમભાઇ કઠીયા હાજર રહ્યા હતા જ્યારે ગ્રામ પંચાયતના ચૂંટાયેલા એક જ સભ્ય સિવાયના તમામ સભ્યો હાજર રહ્યા ન હતા.ખાલી તલાટી જ હાજર રહી ગ્રામ સભા યોજના આ ગ્રામ સભામાં ગામના વિવિધ મુદ્દાઓ જેવા કે નાની કાછીયાવાડમાં પીવાનાપાણીનો પાણીનો પ્રશ્ન રોડનો પ્રશ્ન ગામની નદીમાં ગંદકીનો પ્રશ્ન આગળ વાડીમાં થતી વારંવાર ચોરીનો પ્રશ્ન વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા આપેલી દબાણ કરતા ઓને નોટિસ નો પ્રશ્ન જેવા પ્રશ્નો ઉદ્ભભવ્યા હતા. જેના ગોળ ગોળ જવાબો આપી ગ્રામસભા ને આટોપી લીધી હતી.

[wptube id="1252022"]









