
તા.૨/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
વિદ્યાર્થિનીઓએ સંકલ્પ પત્રો ભરી મતદાન કરવાના સંકલ્પ કર્યા
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે દેશભરના મતદારો મતદાન માટે પોતાની ભાગીદારી નોંધાવે તે માટે ઠેર-ઠેર “મતદાન જાગૃતિ અભિયાન” હેઠળ વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ શહેરની શ્રી આર.એમ.છાયા કન્યા વિદ્યાલય અને સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ “દસ મિનીટ દેશને નામ”, “લોકતંત્રનો ભાગ્ય વિધાતા, આજનો જાગૃત મતદાતા” સુત્રો સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં મહિલાઓની મતદાનમાં ભાગીદારી, સહપરિવાર મતદાનનો સંકલ્પ સહિતના વિષયો પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ સાથે મતદાન કરીશ અને કરાવીશના શપથ ગ્રહણ કર્યા હતા. અને વિદ્યાર્થિનીઓએ સંકલ્પ પત્રો ભરીને ભવિષ્યમાં મતદાન કરવાના સંકલ્પ કર્યા હતા.


આ અભિયાનમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.








