
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૮ મે ૨૦૨૪
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વલવાડા ગામના બંગલી ફળિયા ખાતે ભરતભાઈ અર્જૂનભાઈ પટેલના ઘરની બાજુમાં આંબાના ઝાડ નીચે એક અજાણ્યા પુરૂષ ઉ.વ. ૫૦ થી ૫૫ વર્ષની લાશ મળી આવી હતી. જેણે ભૂરા કલરની હાફ બાંયની ટી શર્ટ અને કાળા કલરનું ટ્રેક પેન્ટ પહેર્યુ હતું. ટી શર્ટ પર ડાબી બાજુએ અંગ્રેજીમાં SURAT CITY TRAFFIC POLICE ON DUTY લખેલું છે. પગમાં કાળા કલરની સેન્ડલ પહેરેલી હતી. આ અંગે જયેશ ઈશ્વરભાઈ પટેલ (ઉ.વ. ૪૭, રહે. વલવાડા, બંગલી ફળિયા, તા. ઉમરગામ, જિ.વલસાડ)એ ભીલાડ પોલીસ સ્ટેશને જાણ કરી હતી. જે કોઈને પણ આ અજાણ્યા મૃતકના વાલી વારસોની ભાળ મળે તો ભીલાડ પોલીસ મથકનો સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]









