ARAVALLIMEGHRAJ

મેઘરજ : ઇસરી ખાતે આવેલું બી ઓ બી બેન્ક નું ATM છેલ્લા કેટલાય દિવસોથી બંધ હાલતમાં

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ઇસરી ખાતે આવેલું બી ઓ બી બેન્ક નું ATM છેલ્લા કેટલાય દિવસોથી બંધ હાલતમાં

સરકાર દ્વારા વન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ટ્રાયબલ અને ગ્રામ્ય વિસ્તારમાં ATM ઉભા કરવામાં આવ્યા હતા પરંતુ હાલ જ્યાં ATM છે ત્યાં બેંકો દ્વારા ગ્રાહકને મુશ્કેલી ના પડે તે માટે ATM માં પૈસા નાખવામા આવે છે જેથી કરી ગ્રાહકો ઉપાડી શકે પરંતુ હાલ એવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે કે ATM તો છે પણ બંધ હાલતમાં જેના કારણે ગ્રાહકોને ATM માંથી પૈસા ઉપડવાનું મુશ્કેલ બની રહ્યું છે મેઘરજ તાલુકામાં આવેલ ઇસરી ખાતે બેન્ક ઓફ બરોડા બેન્ક આવેલું છે પરંતુ છેલ્લા કેટલા દિવસ થી કંઈક ટેકનિકલ ઇસ્યુ ને કારણે હાલ ATM દસ દિવસ થી બંધ હાલતમાં છે જેના કારણે ગ્રાહકો ને રૂપિયા ઉપાડવાનું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે ઇસરી ખાતે આવેલ BOB બેન્ક નું ATM ઝડપથી ચાલુ કરવામાં આવે તેવી હાલ તો ગ્રાહકો ની માંગ સેવાઈ રહી છે

[wptube id="1252022"]
Back to top button