DHARAMPURVALSAD

માલનપાડા નવીનગરી પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર જ્ઞાનભૂષણ એવોર્ડથી સન્માનિત

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૬ મે

વાંકલ ગામના રહેવાસી અને ધરમપુર તાલુકાની નવીનગરી પ્રાથમિક શાળા માલનપાડાના આચાર્ય મહેન્દ્રસિંહ નાથુભાઈ પરમારને તારીખ ૧૩ મે, ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યસ્તરીય ભૂષણ પુરસ્કાર સન્માન કાર્યક્રમમાં જ્ઞાન ભૂષણ એવોર્ડથી નવાજિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પુરસ્કાર શિક્ષણ, ઉદ્યોગ, સમાજસેવા, કૃષિ જેવા વિવિધ ક્ષેત્રોમાં રાજ્ય સ્તરે નોંધપાત્ર એવા દેખાવ અને કાર્ય માટે ગ્લોબલ સ્કોલર ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે. મહેન્દ્રસિંહ પરમારને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય સ્તરીય એવોર્ડથી અગાઉ રાજ્યપાલશ્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જ્ઞાન ભૂષણ પુરસ્કાર તેમને પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી રવિકુમાર નારાના હસ્તે એનાયત કરાયો હતો.

[wptube id="1252022"]
Back to top button