
વલસાડ. તા. ૨૬ માર્ચ
વલસાડમાં આ વર્ષે પણ હોળી અને ધૂળેટીનો ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. જેમાં સ્વાસ્થ્ય પ્રેમી વલસાડ રેસર્સ ગૃપ દ્વારા તિથલ દરિયા કિનારે 5 કિમીની કલર રન સાથે ધૂળેટીની ઉજવણી થઇ હતી.
વલસાડમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ રેસર્સ ક્લબ દ્વારા ધૂળેટી સાથે સ્વાસ્થ્યનો સંદેશ ફેલાવવા કલર રનનું આયોજન કર્યું હતુ. જેમાં રેસર્સ ક્લબના સભ્યો તેમજ અન્ય સ્વાસ્થ્ય પ્રેમીઓ તિથલ સ્વામિનારાયણ મંદિરથી સાઁઇ મંદિર થઇ પરત થયા હતા. આ દોડમાં પત્રકાર અપૂર્વ પારેખ, હર્ષદ આહીરે ફ્લેગ ઓફ કરી દોડ શરૂ કરવી હતી. ત્યારબાદ દોડવીરોએ એક બીજા પર રંગોની છોળો ઉછાળી ધૂળેટીનો ઉત્સવ મનાવ્યો હતો અને ચા નાસ્તો કરી છૂટા પડ્યા હતા. આ આયોજન પાછળ નિતેષ પટેલ અને યતીન પટેલે મહત્વનો ભાગ ભજવ્યો હતો. રનમાં રેસર્સ ગૃપના કોર સભ્ય ડો. સંજીવ દેસાઇએ આગેવાની કરી હતી. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, પત્રકારો તેમજ અન્ય બાળકો, મહિલાઓ અને પુરુષો જોડાયા હતા.










