
૨૯ જુન વાત્સલયમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા.

રાજકોટ જિલ્લા ના ઉપલેટા તાલુકાના ઢાંક ગામ ને પ્રવાસન મા સમાવેશ કરવા માટે વારંવાર રજૂઆત કરવા મા આવી છે ત્યારે ઉપલેટા ના ધારાસભ્ય મહેંદ્ર ભાઈ પાડલીયા ગ્રામજનો ની રજૂઆત દયાને ને લઈ ને પ્રવાસન મંત્રી મૂળુ ભાઈ બેરા ને પત્ર દ્વારા રજૂઆત કરી છે.
ઢાંક ગામ બીજી સદી મા વિકસિત થયેલ છે અનેક પૌરાણિક મંદિરો આવેલા છે જેમ કે મુંજેશ્રવરી વાવ, બોધ ગુફા ઓ જૈન ગુફા ઓ સૂર્ય મંદિર ૧૩૫ મૂર્તિ ઓ ગામ ને ફરતા પૌરાણિક મંદિરો અને આશરે પાંચ હજાર વર્ષ જુની મૂર્તિઓ આવેલી છે આ ગામ સદીઓ પેલા પ્રેહ પાટણ તરીકે ઓળખાતુ હતું આ ગામ નો ઉલ્લેખ અનેક ગ્રંથો અને પુસ્તકો મા થયેલ છે આ પાંડવો સ્થાપિત ડુગરેશ્રવર મંદિર આવેલ છે આ મંદિર જીર્ણોદ્ધાર મહારાજા દાનસિંહજી એ ૧૩૫ વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું આ ગામ ની આ જગ્યાએ શંકરાચાર્ય એ મુલાકાત લીધેલ છે અને પૂજા કરીને ખૂબ પ્રભાવિત પણ થયા હતા આ પ્રવાસન સમાવેશ કરવા બાબત ગુજરાત સરકાર અને ભારત સરકાર ની જુદી જુદી એજન્સીઓ અને પુરાતત્વ વિભાગ એ પણ સર્વે કરેલ છે.
૧૩૫ ઐતિહાસિક મૂર્તિ ઓ ખંડિત ના થાય સચવાઈ રહે માટે મ્યુઝિયમ બનાવી ને સાચવી ને મૂકવામા જેથી આવતી પેઢી ઇતિહાસ જાણી શકે અને ઢાંક ગામ ને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે પ્રવાસન મંત્રી ને ભલામણ અને રજૂઆત ધારાસભ્ય દ્વારા કરવામા આવી છે.








