VALSADVALSAD CITY / TALUKO

વલસાડમાં લગ્ન સમારંભોમાં પણ મતદાનની શરણાઈઓ ગુંજી ઉઠી

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૪ એપ્રિલ

અવસર લોકશાહીનો રૂડો પ્રસંગ આંગણે આવીને ઉભો છે ત્યારે ‘‘મતદાન એ જ મહાદાન’’નો નારો ઠેર ઠેર ગુંજી ઉઠ્યો છે ત્યારે લગ્ન સમારંભોમાં પણ મતદાનની શરણાઈઓ ગુંજી રહી છે. વલસાડ તાલુકાના હરિયા ગામે સર્વોદય વાડીમાં આગામી તા. ૨૬ એપ્રિલ ૨૦૨૪ના રોજ હાર્દિક સંજયભાઈ છોવાલાના લગ્ન પ્રસંગને ધ્યાને લઇ ગામના જાગૃત નાગરિક કમલેશભાઇને ગામના લોકોને મતદાન માટે પ્રેરિત કરવા વલસાડ પ્રાંત કચેરીમાંથી મતદાન જાગૃતિ બાબતના બેનર આપ્યા હતા. જે કમલેશભાઈએ લગ્ન મંડપ પાસે લગાવીને જિલ્લા ચૂંટણીતંત્રના મતદાર જાગૃતિ અભિયાનમાં સહયોગ આપ્યો હતો. જેમાં ‘‘દરેક મત છે મહત્વનો, સૌની ભાગીદારી એ લોકશાહીનો પાયો છે, અવસર લોકશાહીનો, મારા ભારતનો, ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ, ૭ મે ૨૦૨૪ના રોજ અવશ્ય મતદાન કરો’’ નો સંદેશ લોકોને આપી પોતાના મતાધિકારી પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button