AHAVADANG

સાપુતારાથી વઘઇ જોડતા માર્ગના બોરીગાવઠા ફાટક પાસે કોતરડામાં ટ્રક ખાબક્યો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં શામગહાનથી વઘઈને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બોરીગાવઠા ફાટક પાસે ટ્રક કોતરડામાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો…
પ્રાપ્ત વિગતો અનુસાર પુણેથી અંકલેશ્વર તરફ જઈ રહેલ ખાલી ટ્રક.ન.ડી.ડી.01.જી.9446 જે સાપુતારા- શામગહાન થઈ વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બોરીગાવઠા ગામ નજીક ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં આવેલ કોતરડામાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ટ્રકને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી..

[wptube id="1252022"]
Back to top button