WANKANER:વાંકાનેર પોલીસે કાયદા વાહન ચાલકો સામે સપાટો બોલાવી ટ્રાફિક ડ્રાઈવ કરી રૂપિયા 1,31,800 નો દંડ ફટકારી સરકારની તજુરી ને નફો કરી દીધો!!!

વાંકાનેર પોલીસે કાયદા વાહન ચાલકો સામે સપાટો બોલાવી ટ્રાફિક ડ્રાઈવ કરી રૂપિયા 1,31,800 નો દંડ ફટકારી સરકારની તજુરી ને નફો કરી દીધો!!!
“હાજર દંડ રૂપિયા 75,400 આરટીઓ દંડ ₹56,400 તારીખ 1 10 થી તારીખ 15 10 સુધી ટ્રાફિક ડ્રાઈવ કરી વાહન ચાલકોને ટ્રાફિક સેન્સ કરાવ્યું”

આરીફ દિવાન વાંકાનેર:મોરબી જિલ્લા પંથકમાં સિર દર્દ સમા ટ્રાફિક સમસ્યા રહી છે સાકડા રસ્તા પહોળા વાહન બન્યા હોય એમ કટારો લાંબી ઉદ્યોગ નગરી મોરબી જિલ્લા પંથકમાં જોવા મળતી હોય છે ત્યારે પાર્કિંગ વ્યવસ્થા ના અભાવે મોરબી ના વાંકાનેર સીટી માં પણ ટ્રાફિક સમસ્યા ચિંતક બન્યું હોય જેથી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી ની સૂચનાથી વાંકાનેર સીટી પોલીસ મથકના પીઆઇ પી.ડી. સોલંકી સાથે પીએસઆઇ કે.કે. ચાનીયા અને મહિલા પી.એસ.આઇ ડી. વી. કાનાણી સહિત સમગ્ર વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ટુ વ્હીલર થ્રી વિલર ફોરવીલર વગેરે વાહન ચાલો કોને ટ્રાફિક સેન્સ પ્રક્રિયા સ્વરૂપે વાંકાનેર સીટી પોલીસની હદમાં વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ તારીખ 1 10 2023 થી તારીખ 15 10 2023 સુધી 15 દિવસમાં કાયદા તોડ વાહનચાલકોને કાયદાનું પાઠ કરાવી રૂપિયા1,31,800 નો દંડ ફટકારી સરકારની તિજોરી માં આવક કરી દીધી છે તેમાં રૂપિયા 75,400 નો હાજર દંડ તેમજ 56,400 આરટીઓનો દંડ ફટકારી કુલ રૂપિયા 1,31,800 કાયદા તોડ વાહન ચાલકોને દંડ ફટકારી કાયદાનું કડક પાલન કરાવવાનું ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું








