VALSADVALSAD CITY / TALUKO

વલસાડના દમણિયા સોની સમાજ દ્વારા સમર કાર્નિવલ યોજાયો

બાળકોએ આરોગ્ય, સુરક્ષા, વિજ્ઞાન અને પર્યટન સ્થળની મજા માણી સાથે જ્ઞાન પણ મેળવ્યું

વલસાડ, તા. ૯ મે

વલસાડના શ્રી દમણિયા સોની મંડળ દ્વારા બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત કરાવતા સમર કાર્નિવલ(કેમ્પ)નું આોયજન કરવામાં આવ્યું હતુ. સોની સમાજના આ કાર્નિવલમાં 12 વર્ષ સુધીના કુલ 30 બાળકોએ ભાગ લીધો હતો.

કાર્નિવલના કન્વીનર ભક્તિબેન દેવાંગભાઇ પારેખ અને રૂપેશભાઇ પારેખ દ્વારા રોજ નવી નવી પ્રવૃત્તિ કરાવવાનું આયોજન કરાયું હતુ. જેમાં પ્રથમ દિવસે બાળકોને તીથલ બીચ પર લઇ જઇ યોગ અને વિવિધ રમતો રમાડાઇ હતી. બીજા દિવસે સાયન્સના વિવિધ પ્રયોગો કરાવાયા હતા અને સમાજના ડેન્ટીસ્ટ હેત્વી સૌરભભાઇ પારેખ અને મનાલી દ્વારા બાળકોના દાંતનું ચેકિંગ અને તેમને દાંતની સુરક્ષા માટે વિવિધ ટીપ્સ આપવામાં આવી હતી. ત્રીજા દિવસે રંગોળી અને વૈદિક ગણિત શિખવાયું હતુ. ચોથા દિવસે બાળકોને વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવાઇ હતી. જ્યાં તેમને પોલીસની કામગીરી અંગેની સમજ અપાઇ હતી. અહીં રૂરલ પીઆઇ સચીન પવારે તમામ બાળકો સાથે ખુબ ઉત્સાહભેર વાત કરતાં પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું બાળકોને શિખવ્યું હતુ. છેલ્લા દિવસે બાળકોને ધરમપુર સાયન્સ સેન્ટરની મુલાકાતે લઇ જવાયા હતા. જ્યાં બાળકોને અવકાશના 3ડી શો બતાવવામાં આવ્યો હતો. તેમજ સાયન્સના વિવિધ પ્રયોગો પણ દર્શાવાયા હતા. સમગ્ર કાર્નિવલ દરમિયાન રોજ બાળકોને વિવિધ નાસ્તાઓ તેમજ રોજની બે ગિફ્ટ આપવામાં આવી હતી. જેના કારણે બાળકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button