
૭૦ થી વધુ બાળકોએ ડાન્સીંગ, સિંગીગ, ક્રાફ્ટ આર્ટ, ફેશન શો, ચિત્રકામ સહિતની પ્રવૃત્તિઓ કરી
—
બાળકો દ્વારા બનાવાયેલી કૃતિઓની પ્રદર્શીની પણ રાખવામાં આવી
—-
વલસાડઃ તા. ૭ જૂન
બાળકોમાં વધતા જતા મોબાઈલના ઉપયોગને અટકાવવા તેમજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા ઉનાળા
વેકેશનમાં બાળકો સમયનો સદુપયોગ કરી પોતાનામાં નવી નવી સ્કીલ ડેવલપ કરે એવા શુભ આશય સાથે વલસાડ હાલર રોડ સ્થિત નવરંગ ગૃપ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૦ થી વધુ બાળકોને ડાન્સીંગ, સિંગીગ, ક્રાફ્ટ આર્ટ, ફેશન શો, ચિત્રકામ સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. સમર કેમ્પના અંતે વલસાડના કૈલાસ રોડ ખાતે આવેલા ઝુલેલાલ મંદિરના સંકુલમાં બાળકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવાયેલી ઘર વપરાશની ચીજ વસ્તુઓ અને પેઈન્ટીંગની પ્રદર્શીની રાખવામાં આવી હતી. આ સાથે બાળકો દ્વારા અનેક વિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ તાલુકાના જૂજવા ગામમાં સ્થિત જૈન સ્કૂલના આચાર્યા આરતીબેન ચતુર્વેદી, વલસાડ રેલવેના નિવૃત્ત અધિકારી ભારતીબેન ગરાસીયા, ઘોઘારી જૈન સમાજના અગ્રણી હરીશભાઈ શાહ, સિંધી સમાજના પ્રમુખ કિશોરભાઈ મૂલચંદાની, નાયબ મામલતદાર સેહુલ પી પટેલ સહિતના આગેવાનો અને બાળકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નવરંગ ગૃપના ડાયરેકટર શૈલેષભાઈ જૈન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોના હુનરને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.






