VALSADVALSAD CITY / TALUKO

કપરાડાના દીક્ષલ ગામ ખાતે ”પંચપ્રકલ્પની નશાબંધી તેમજ કુરિવાજ નિવારણ, દહેજ પ્રથા – ભ્રુણ હત્યા નિવારણ” અંતર્ગત સેમિનાર યોજાયો

માહિતી બ્‍યુરો: વલસાડ: તા. ૨૨ ઓગસ્ટ

જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ વલસાડ કાર્યરત ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) અને કપરાડા વિનયન અને વાણિજય કોલેજ દ્વારા કપરાડા તાલુકામાં દીક્ષલ ગ્રામ પંચાયત ખાતે તા. ૨૨-૦૮-૨૦૨૩ ના રોજ ”પંચપ્રકલ્પની નશાબંધી તેમજ કુરિવાજ નીવારણ, દહેજ પ્રથા તેમજ ભ્રુણ હત્યા નિવારણ” સંદર્ભે સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં પ્રોફેસર દિપકભાઈ પટેલ દ્વારા નશા બંધી તેમજ કુરિવાજો વિશે, DHEW ના કર્મચારી દ્વારા દહેજ પ્રથા તેમજ ભ્રુણ હત્યા નિવારણ બાબતે, મહિલા લક્ષી યોજનાઓ જેમ કે વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના, બેટી બચાવો બેટી પઢાવો, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર અભયમ મહિલા હેલ્પલાઈન ૧૮૧ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સેમિનારમાં દીક્ષલ ગામના સરપંચ સંગીતાબેન મોહનભાઈ, ડેપ્યુટી સરપંચ, રતનભાઈ રામુભાઇ ગાંગોડા, ગામના સામાજીક કાર્યકર્તા અવિનાશભાઈ મનુભાઇ ભોયા, માહદુભાઈ રાવજીભાઈ, કુંડલભાઈ સિત્યાભાઈ લાંગે સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતાં.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button