VALSADVALSAD CITY / TALUKO

મોટાપોંઢાની શ્રી મુમ્બા દેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્તક મિત્ર ક્લબ દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૭ ફેબ્રુઆરી  

મોટાપોંઢાની શ્રી મુમ્બા દેવી આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.આર.ચમારિયા કોમર્સ કોલેજમાં પુસ્તક મિત્ર ક્લબ દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિવિધ પુસ્તકો જેવા કે વ્યથાના વીતક (જોસેફ મેકવાન), ઘરે બાહિરે (રવીન્દ્રનાથ ટાગોર), વિશ્વવાર્તા સૌરભ-અનુ (મોહન દાંડીકર) સાથે હરસિદ્ધ પટેલ, અજય પટેલ તથા અમિષા મોલેએ પરિચય કરાવ્યો હતો. પરિચય પુસ્તિકાનું વાંચન કરી મોતીભાઈ અમીન, ચાણક્ય, પુજ્ય મોટા, ડૉ. રાધાકૃષ્ણ, ગીજુભાઈ બધેકા વગેરે નો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભિક ઉદબોધનમાં ક્લબના અધ્યક્ષ ડૉ. આશા ગોહિલે વ્યક્તિના જીવનમાં પુસ્તકોનું મહત્વ સમજાવી ઉપસ્થિત વિદ્યાર્થીઓને પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કર્યા હતા. ઈન્ચાર્જ આચાર્ય ડૉ. એસ.યુ.પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિવિધ પુસ્તકો વિશે જાણવા મળ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button