GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદના માર્કેટીંગ યાર્ડ નજીક કારે બાઇકને ઠોકરે ચડાવતા એકનું મોત

Halvad:હળવદના માર્કેટીંગ યાર્ડ નજીક કારે બાઇકને ઠોકરે ચડાવતા એકનું મોત

હળવદના માર્કેટીંગ યાર્ડ સામે આવેલ નવજીવન વિકલાંગ આશ્રમ સામે હાઇવે રોડ ઉપર કારે બાઇકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં બાઈક સવારને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર હળવદ જીઆઈડીસી પાછળ રહેતા અને પશુપાલનનો ધંધો કરતા મેહુલભાઈ વિહાભાઈ સરૈયા ઉવ.૨૦ એ સેવરોલેટ ક્રુઝ કાર રજી. નં જીજે-૧૯-એએ-૦૦૯૦ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા.૧૩/૧૨ રોજ સાંજના ૭.૪૫ વાગ્યાના અરસામાં મેહુલભાઈના પિતા વિહાભાઈ લક્ષ્મણભાઇ પોતાનું બાઈક રજી.જીજે-૧૮-એએસ-૦૭૪૯ લઈને જતા હોય ત્યારે ક્રુઝ કાર રજી. નં જીજે-૧૯-એએ-૦૦૯૦ના ચાલકે પોતાની કાર બેફામ પુરઝડપે ચલાવી બાઇકને પાછળથી ટક્કર મારતા વિહાભાઈ બાઈક ઉપરથી નીચે પટકાતા તેમને માથાના ભાગે ane શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા એમનું મૃત્યુ નીપજ્યું હતું. જે ફરિયાદના આધારે હળવદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ તથા મોટર વ્હિકલ એક્ટ કલમ સહીત હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button