UMBERGAUNVALSAD

ઉમરગામમાં ચાલીમાં રહેતા યુવકો સ્થાનિક મહિલાઓને હેરાન કરતા હોવાથી ૧૮૧ અભયમે ઝડપી પાડ્યા

મહિલાઓને નિહાળી કેટલીક વાર યુવકો અન્ડરવેર પહેરી ઘરની આજુબાજુ ફરતા રહેતા હતા
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૨ ફેબ્રુઆરી
ઉમરગામ તાલુકાના નજીકના ગામમાંથી એક ત્રીસ વર્ષીય મહિલાનો ૧૮૧ અભય મહિલા હેલ્પલાઇન પર કોલ આવ્યો હતો કે, તેમના મકાનની સામે ચાલીમાં રહેતા સિંગલ યુવકો મહિલા અને દીકરીઓ પર ખરાબ નજર નાંખી હેરાન પરેશાન કરતા હતા. જેથી વલસાડ ૧૮૧ અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી તેઓને ઝડપી પાડયા હતા.
પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, તેમના મકાનની સામે ચાલીમાં અન્ય રાજ્યમાંથી કામ ધંધો નોકરી કરવા આવતા બેચલર યુવકો/પુરુષો રહેતા હતા. તેઓ સ્થાનિક મહિલા અને દીકરીઓ પર દાનત બગાડતા હતા. ક્યારેક બાથરૂમમાં ભરાઈને બારીમાંથી મહિલાઓને જોતા અને કેટલીક વાર અન્ડરવેર પહેરી મકાનની આજુબાજુ ફરતા હતા. જેને કારણે મહિલાઓ શરમજનક સ્થિતિમાં મુકાતી હતી. આજ રોજ મહિલાની દીકરી ઘરની બહાર ઊભી હતી ત્યારે ઘરની બાજુમાં ભાડાના મકાનમાં રહેતો યુવક ઝારી ઝાંખરાવાળી જગ્યામાં ઊભો રહી દીકરીને જોતો હતો જેથી દીકરી ગભરાઈ ગઈ હતી. આ સમયે તેના પતિની નજર પડતા તે યુવક ભાગી ગયો હતો. આ અંગે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગતા અભયમ ટીમ દ્વારા યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો. અભયમની ટીમે યુવકનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું કે, મહિલા કે દીકરીઓને ખરાબ નજરથી જોવું એ એક પ્રકારની જાતિય સતામણી છે અને કાયદાકીય જોગવાઈ મુજબ પોલીસ ફરિયાદ થઈ શકે છે. કિશોરીઓમાં સાયકોલોજિસ્ટ સમસ્યા જીવનભર સતાવી શકે છે એવી સમજ પાડી હતી. જેથી યુવકને પોતાની ભૂલ સમજાતા માફી માગી હતી. જેથી મહિલાએ પણ માફ કરી પોલીસ ફરિયાદ માટે ના પાડી હતી. વધુમાં અભયમે યુવકને આવી ભૂલ બીજી વાર ન થાય તે માટે તાકીદ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button