SINORVADODARA

માલસર ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જશપાલસિંહ પઢીયારનો સન્માન સમારોહ યોજાયો

શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શિનોર તાલુકાના માલસર મુકામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે વડોદરા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જશપાલસિંહ પઢીયારનો સન્માન સમારોહ આયોજિત કરાયો હતો.જેમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા વડોદરા જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જસપાલસિંહ પઢીયાર ને પુષ્પુચ્છથી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે સ્વ.અહેમદ પટેલ ની દીકરી મુમતાજ પટેલ,માજી ધારાસભ્ય ચંદુભાઈ ડાભી તેમજ કરજણ અને શિનોર તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
માલસર મુકામે યોજાયેલા સન્માન સમારોહ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢીયાર ની ઉપસ્થિતિમાં માલસર તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા ભાજપ ના રાજેશ પટેલ ના પુત્ર ખુશીલ પટેલે કોંગ્રસનો ખેસ પહેરી કોંગ્રેસમાં પ્રવેશ કરતાં શિનોર તાલુકા ભાજપમાં હડકંપ મચી જવા પામ્યો છે.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button