શ્રાવણ માસ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટના પરબ અને ભોજન પાસ વિતરણ વ્યવસ્થાનું જિલ્લા પોલીસ અધિક્ષક ના હસ્તે ઉદઘાટન

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી પરમાર જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર, પોલીસ કર્મીઓ, શોપિંગ સેન્ટરના વેપારીઓ જોડાયા
પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશથી શ્રદ્ધાળુ આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સુખાકારી માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ બારીક વ્યવસ્થાઓ પણ સુચારું રૂપે ચાલે તેની તકેદારી રાખવામાં આવી છે.શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ શોપિંગ સેન્ટર અને પથિક આશ્રમની મધ્યમાં આવનાર ભક્તો માટે પાણીનું પરબ તેમજ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયના પાસ વિતરણ માટે સુવિધા કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા રીબીન કાપીને આ સુવિધા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિધિવત પૂજન સાથે પાણીનું પરબ અને ભોજન પાસ કાઉન્ટર ખુલ્લા મુકવામાં આવ્યા હતા.શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી વિજયસિંહ ચાવડા, પોલીસ તંત્ર તરફથી ડિવિઝનડી.વાય.એસ.પી ખેંગાર, તેમજ સામાજિક અગ્રણી જીતુભાઈ કુહાડા, શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર,પોલીસઅધિકારીઓ સહિત સોમનાથ આવનારાભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










