VADODARAVADODARA CITY / TALUKO

મકાન માલિકે ભાડાના બદલે બળજબરીથી દુષ્કર્મ આચાર્યું

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ભાડાના મકાનમાં રહે છે. ગત ૧૩ એપ્રિલના રોજ રાત્રે જ દોઢ વાગ્યાના સુમારે ફરિયાદીને આરોપી રવિ રાઠવા (રહે- સંતોષી નગર ,ખોડીયાર નગર પાસે) મકાનનું ભાડું કેમ આપતા નથી તેમ કહી પટાવી ફોસલાવી તેમની 17 વર્ષીય દીકરીને તારું કામ છે તેમ જણાવી તેના રૂમમાં લઈ ગયો હતો. અને દરવાજો બંધ કરી તેની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. દીકરીએ બનાવ બાબતે માતાને જાણ કરતા માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુનો નોધી તેની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

[wptube id="1252022"]
Back to top button